Home /News /kutchh-saurastra /

EXCLUSIVE: ઓમિક્રોન કોરોના સામે આ ઔષધી દવા છે રામબાણ ઇલાજ, હોસ્પિટલમાં દાખલ નહીં થવું પડે

EXCLUSIVE: ઓમિક્રોન કોરોના સામે આ ઔષધી દવા છે રામબાણ ઇલાજ, હોસ્પિટલમાં દાખલ નહીં થવું પડે

EXCLUSIVE:

EXCLUSIVE: ઓમિક્રોન કોરોના સામે આ ઔષધી દવા છે રામબાણ ઇલાજ, હોસ્પિટલમાં દાખલ નહીં

જામનગરમાં આવેલી રાષ્ટ્રીય સંસ્થાન ગુજરાત આયુર્વેદીક યુનિવર્સિટી દ્વારા એક રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. આ યુનિવર્સિટીના વાઇસ 

    સંજય વાઘેલા, જામનગરઃ સમગ્ર દુનિયામાં હાલ કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે. દરરોજના લાખોની સંખ્યામાં પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોનાની ત્રીજી લહેરમાં મોટાભાગના લોકો ઝપેટમાં આવી જશે, બીજી લહેરની ભયાનકતા જોયા બાદ લોકોમાં ખુબ જ ડર જોવા મળી રહ્યો છે. ત્યારે ત્રીજી લહેર કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનથી હાહાકાર મચી જવા પામ્યો છે. પરંતુ જામનગરમાં આવેલી રાષ્ટ્રીય સંસ્થાન ગુજરાત આયુર્વેદીક યુનિવર્સિટી દ્વારા એક રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. ડૉ અનુપ ઠાકરે જણાવ્યું કે ઓમિક્રોનથી બચવા માટે અમે લોકોને ગુરુજી કન્વટીનું વિતરણ કરી રહ્યાં છીએ. આ એક મહિનાનો ડોઝ આપી રહ્યાં છીએ. આ ડોઝથી લોકોમાં ઇમ્યુનિટી બની રહે છે.

    જામનગર ખાતે આવેલી ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. અનુપ ઠાકરે જણાવ્યું કે ઓમિક્રોન ઝડપથી ફેલાઇ રહ્યો છે, તેની સામે આયુર્વેદિક સંસ્થાન દ્વારા વધુમાં વધુ મદદ મળી રહે તે માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. જામનગર કોર્પોરેશન સાથે મળીને ધન્વંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે. આ સિવાય આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા ગુરુજી કન્વટી એટલે કે સત્સમવટીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ એક મહિનાનો ડોઝ હોય છે જેની મદદથી લોકોમાં ઇમ્યુનિટી બની રહે છે. જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી ખાતે 100 બેડની હોસ્પિટલ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તો આયુર્વેદિક ઉકાળાનું વિતરણ પોસ્ટ કોવિડ કેરની સ્ટ્રીટમેન્ટ ચાલુ છે.

    આ પણ વાંચો: દાહોદઃ કમકમાટી ભર્યો Accident, ટ્રકે બાઈક સહિત વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી, બેના મોત

    આયુષ 64 ટેબ્લેટ લેવાથી હોસ્પિટલમાં દાખલ નહીં થવું પડે

    વધુમાં ડૉ અનુપ ઠાકરે જણાવ્યું કે જે લોકો ઘરે ક્વોરન્ટાઇન છે તેઓને અમે આયુષ 64 ટેબ્લેટ પહોંચાડી રહ્યાં છે. આ આયુષ 64 ટેબ્લેટ વિવિધ અધ્યયનોમાં સાબિત થયું છે કે આ ટેબલેટ લેવાથી હોસ્પિટલમાં દાખલ થવું પડતું નથી અને કોરોનામાં રિકવરીમાં ઝડપ આપે છે, આથી અમે આયુષ 64નું ઘરે ઘરે વિતરણ કરી રહ્યાં છીએ. અશ્વગંધા અને ગુરુજી કન્વટી આ બંને ઔષધ ઓમિક્રોનથી બચવા માટે ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે. આ સિવાય શરદીથી બચવું જોઇએ, ગરમ પાણીનું સેવન કરવું જોઇએ. આયુષ ક્વાથ જે તુલષી, મરી કાળી દ્વાક્ષ વગેરે ઔષધી નાખી તૈયાર કરી તેનું સેવન કરવું જોઇએ. આ બધી કાળજી લેવામાં આવે તો કોરોનાને મ્હાત આપી શકાય છે. ચ્વનપ્રાશનું પણ નિયમીત સેવન કરવું જોઇએ.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ayurvedic Medicine, Jamnagar City, Omicron in Gujarat, ઓમિક્રોન, જામનગર

    આગામી સમાચાર