ગુજરાતના 'હાથરસ' જામનગરમાં વધુ એક દુષ્કર્મની ઘટના, 4 દિવસમાં 3 બનાવથી હાહાકાર

ગુજરાતના 'હાથરસ' જામનગરમાં વધુ એક દુષ્કર્મની ઘટના, 4 દિવસમાં 3 બનાવથી હાહાકાર
પ્રતિકાત્મક તસવીર

ધોરણ 10ની વિદ્યાર્થિની પર 18 વર્ષના ઢગાએ દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ફરિયાદ

 • Share this:
  કિંજલ કારસરિયા, જામનગર : કિંજલ કારસરીયા,જામનગર: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) હાથરસમાં (Hathras rape case) યુવતી સાથે ગેંગરેપની ઘટનાનું પુનરાવર્તન ગુજરાતના જામનગરમાં થયું હતું. જામનગર જિલ્લામાં (Jamnagar) સગીરા પર દુષ્કર્મની (rape case) ઘટના સામે આવી છે. શહેર 17 વર્ષની સગીરા પર 4 નરાધમોએ ગેંગરેપ (Gangrape) આચર્યાની આ ઘટના હજી તાજી છે. ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના ધરાર નગરમાં બની છે. આ કેસમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર એક 18 વર્ષના ઢગાએ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ છે.

  જામનગર જિલ્લામાં અત્યાર સુધી મહિલાઓ પર અત્યાચારના અનેક ગુનાઓ નોંધાયા હતા પરંતુ હવે હાથરસ કાંડ ની જેમ જામનગરમાં પણ સગીરા ઉપર દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં જામનગર જિલ્લામાં સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી ત્રીજી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ત્યારે જામનગર શહેરમાં જ ચકચારી ગેંગરેપ બાદ વધુ એક સગીર વિદ્યાર્થીનીને હેવાનીયતનો 18 વર્ષના ઢગાએ શિકાર બનાવ્યાનીપોલીસ ફરિયાદથી પોલીસ પણ એક્શનમાં આવી છે. અને દુષ્કર્મ આચરનાર  ઈબ્રાહીમ અબ્દુલભાઈ ચોહાણને દબોચી લીધો છે.  ગાંધીના ગુજરાતમાં આવેલા  છોટી કાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં ગાંધી જયંતિ ની રાત્રે જ 17 વર્ષની સગીરા પર ગેંગરેપની ઘટના બન્યાનું સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ આ ગેંગરેપ ઘટના માં જામનગર પોલીસે સૌ પ્રથમ ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા અને ત્યારબાદ ભાગી છૂટેલા આરોપીને પણ દબોચી લઈ આ ગુનેગારોને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા જેમાંથી બે નરાધમોને કોર્ટે પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે જ્યારે બે આરોપીઓને જેલ હવાલે કર્યા છે. આ સામુહીક દુષ્કર્મની ઘટનાની તપાસ ચાલુ છે એવામાં જ જામનગર જિલ્લાના જામજોધપુર પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં એક યુવતીએ તે જ્યારે 17 વર્ષની સગીર વયની હતી ત્યારે તેના પર બળાત્કાર ગુજાર્યાની ઘટના ઘટી હોવાની જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેનો આરોપી પણ પોલીસ પકડમાં આવ્યો નથી.

  આ બે ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં જ જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતી એક 15 વર્ષની સગીરા કે જે 10 માં ધોરણમાં અભ્યાસ કરે છે તેની સાથે અઢાર વર્ષની ઉંમરના ઈબ્રાહીમ અબ્દુલ ભાઈ ચોહાણે આ સગીરાને લલચાવી-ફોસલાવી મિત્રતાા કેળવી હતી બાદમાં રૂબરૂ અને ફોન પર વાતચીતના સબંધ વધાર્યા હતા અને ચારેક માસ પૂર્વે ઇબ્રાહિમે લખણ ઝળકાવી આ સગીરાને ધાક-ધમકી આપી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ અવારનવાર સગીરાના પરિવારને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુુજાર્યુ હતું.

  આ ઘટના અંગે જામનગરના સીટી બી ડિવિઝન પોલીસમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો મુજબ 376 સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી તાત્કાલિક દુષ્કર્મ ગુજારનાર 18 વર્ષના ઇબ્રાહિમ નામના હવસખોરોને ઝડપી પાડી  મહિલા પોલીસ સ્ટેશનના પી.આઇ આર.બી ગઢવી અને સ્ટાફે આરોપીને તેમજ ભોગ બનનારને મેડિકલ તપાસમાં મોકલી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે

  આ પણ વાંચો :  ખેડૂતો માટે મોટા સમાચાર,સરકાર વધુ 6 ઉપજની ટેકાના ભાવે ખરીદી કરશે, નોંધણી-ખરીદીની તારીખો જાહેર

  જામજોધપુરમાં સગીરા પર દુષ્કર્મ

  અગાઉ આજે જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીરા પર એક શખ્સ દ્વારા ધાકધમકી આપી બે વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના આઘાતમાં પીડિતાના પિતાએ પણ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.

  આ પણ વાંચો :  ગુજરાતનું 'હાથરસ' બનતું જામનગર! વધુ એક સગીરા પર દુષ્કર્મ, પીડિતાના પિતાએ આપઘાત કરતા થયો ખુલાસો

  જામનગરમાં ઊંઘની ગોળી આપી ચાર નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યુ

  અગાઉ ગત 28મી સપ્ટેમ્બરના રોજ જામનગરના મહાદેવનગરમાં એક સગીરાને તેના મિત્રએ દર્શન ઉર્ફે બુધાએ મળવા બોલાવી હતી. સગીરા મોહિત નામના વ્યક્તિના ઘરે ગઈ હતી. તપાસનીશ અધિકારી ગઢવીના જણાવ્યા મુજબ સગીરાની ફરિયાદ છે કે મોહિતના ઘરે દર્શન ઉર્ફે બુધો, મીલન અને દેવકરણે મળીને તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યુ. ફક્ત એટલું જ નહીં સગીરાને ઉંઘની ગોળીઓ ખવડાવી અને તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ઘટનાના પગલે જામનગરમાં જ હાથરસ જેવો બનાવ બની ગયો હતો. આ મામલે પોલીસે ચારેય આરોપીઓને દબોચી લીધા હતા.
  Published by:Jay Mishra
  First published:October 07, 2020, 16:54 pm

  ટૉપ ન્યૂઝ