જામનગર : ધુડશીયા ગામના યુવાને GATEની પરીક્ષામાં દેશમાં 9મો ક્રમાંક મેળવી કાઠું કાઢ્યું

જામનગર : ધુડશીયા ગામના યુવાને GATEની પરીક્ષામાં દેશમાં 9મો ક્રમાંક મેળવી કાઠું કાઢ્યું
જામનગરના યુવકે ગેટમાં કાઠું કાઢતા સમાજે કર્યુ સન્માન

પશુ ચિકિત્સક તબીબના પુત્ર જય માધાણીએ GATEની પરીક્ષામાં 100 માંથી 79 માર્ક્સ મેળવી સમગ્ર ભારતમાં 9 ક્રમ મેળવ્યો

 • Share this:
  કિંજલ કારસરીયા, જામનગર:કહેવત છે ને "સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે આવી જ કહેવત સાર્થક કરી છે જામનગરના ધુડશીયા ગામ ના મધ્યમ પરિવારમાં જન્મેલા જય માધાણી એ.જામનગર જિલ્લાના ધુડશીયા ગામના ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા અને પશુ ચિકિત્સક તબીબના પુત્ર જય માધાણીએ GATE  (ગ્રેજ્યુએટ એપ્ટીયૂડ ટેસ્ટ ઇન એન્જીનિયરીંગ)ની પરીક્ષામાં 100 માંથી 79 માર્ક્સ મેળવી સમગ્ર ભારતમાં 9 ક્રમાંકે અને ગુજરાતમાં બીજા ક્રમાંકે ઝળકતા પટેલ સમાજ દ્વારા જયનું ખાસ સન્માન કરાયુ છે.

  જામનગર જિલ્લાના નાના એવા ધુડશીયા ગામ માં વસવાટ કરતા પશુ ડોક્ટર અને ખેતી સાથે સંકળાયેલા નાનજીભાઈ માધાણી ના પુત્ર જય માધાણીએ કેમિકલ એન્જિનિયરિંગ ના અભ્યાસમાં ઝળહળતી સફળતા મેળવી છે તાજેતરમાં જ 2021માં ભારતભરમાંથી 7,11000 જેટલા વિદ્યાર્થીઓએ GATEની કેન્દ્રીય પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં જામનગરના ધુડશીયા ગામના જયે સારો દેખાવ કરી 100 માંથી 79 માર્ક્સ મેળવી કેમિકલ એન્જિનિયરીંગમાં સારો દેખાવ કરી ગુજરાત રાજ્યમાં બીજા ક્રમે અને ભારત ભરના વિદ્યાર્થીઓમાંથી 9 ક્રમાંક હાંસલ કરી સિદ્ધિ મેળવી છે.  આ પણ વાંચો : રાજ્યમાં coronaનાં રેકોર્ડબ્રેક 1730 નવા કેસ નોંધાયા, અમદાવાદ-સુરતમાં 'વિસ્ફોટ'

  જામનગરના ધુળસીયા ગામે સંયુક્ત કુટુંબમાં રહેતા જય માધાણીના પરિવારમાં પિતા પશુ ચિકિત્સક તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે જ્યારે માતા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે સેવાઓ આપી રહ્યા છે. મોટાભાઈ પાર્થ હાલ વિશ્વની સર્વશ્રેષ્ઠ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કેમિકલ એન્જિનિયરિંગ કરી ફરજ બજાવી રહ્યા છે ત્યારે મોટાભાગના પગલે નાનાભાઈ જયએ પણ કેમિકલ એન્જિનિયરીંગમાં કાઠું કાઢ્યું છે અને પોતાના પરિવાર ઉપરાંત લેઉવા પટેલ સમાજ નું ગૌરવ પણ વધાર્યું છે.

  આ સિદ્ધિને લઈને જામનગરના લેઉવા પટેલ સમાજ ખાતે પ્રમુખ મનસુખભાઇ રાબડીયા સહિતના હોદ્દેદારો દ્વારા જયને તાજેતરમાં જ મેળવેલી સિદ્ધિ બદલ સન્માનિત કરી ને બિરદાવવામાં આવ્યો હતો અને ઉચ્ચ કારકિર્દી માટે અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

  આ પણ વાંચો :  ગાંધીનગર: સરકારે બે વર્ષમાં 341.47 કરોડથી વધુ રૂપિયાના ઈ-મેમો ફટકાર્યા, જાણો કેટલા થયા વસૂલ

  જામનગરના ધુડશીયા ગામમાં જ આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરી છઠ્ઠા ધોરણથી અલિયાબાડા ની નવોદય વિદ્યાલયમાં ધોરણ 12 સુધીનું અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. 17 વર્ષની ઉંમરે જય માધાણીએ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રે અભ્યાસ શરૂ કર્યો હતો.

  ચાર વર્ષના અભ્યાસક્રમમાં કુલ 8 સેમેસ્ટરમાંથી અંતિમ સેમેસ્ટર પુવૅજ સાતમા સેમેસ્ટરના અભ્યાસક્રમમાં ઝળહળતી સફળતા મેળવી છે. તાજેતરમાં જ 13 ફેબ્રુઆરી,2021ના યોજાયેલી GATE (ગ્રેજ્યુએટ એકટીટ્યુટ ટેસ્ટ ઇન ઇન્જીનિયરીંગ)માં સમગ્ર ભારતમાં નવ મો ક્રમાંક મેળવી ગુજરાતમાં પણ કાઠું કાઢી બીજો ક્રમાંક મેળવ્યો છે. ત્યારે પોતાની આ સફળતાનો શ્રેય જયે પોતાના માતા-પિતા, શિક્ષકોને આપી સમાજના નવ યુવાનોને પણ સિદ્ધિ માટે સતત મહેનત થી પરિશ્રમ કરવા પ્રેરણા આપી છે.
  Published by:Jay Mishra
  First published:March 23, 2021, 21:02 pm

  ટૉપ ન્યૂઝ