'જામનગર: ધોરણ 10 પાસ બોગસ ડોક્ટરને પકડ્યો, જનરલ સ્ટોરની આડમાં દર્દીઓને આપતો હતો દવાઓ

'જામનગર: ધોરણ 10 પાસ બોગસ ડોક્ટરને પકડ્યો, જનરલ સ્ટોરની આડમાં દર્દીઓને આપતો હતો દવાઓ
નકલી ડોક્ટરની તસવીર

રાજેશભાઈ બચુભાઈ રાણપરિયા ડોક્ટર તરીકે ખોટી ઓળખ આપીને દર્દીઓને તપાસીને દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપીને પૈસા વસૂલતો હતો.

 • Share this:
  કિંજલ કારસરીયા, જામનગર: અત્યારે નકલી ડોક્ટરોનો જાણે રાફડો ફાટ્યો હોય એમ છાસવારે બોગસ તબીબો (Bogus doctor) ઝડપાતા રહે છે. ત્યારે જામનગરમાં વધુ એક બોગસ ડોક્ટર પોલીસના (Police) હાથે ચડ્યો હતો. આરોપી નકલી ડોક્ટર જનરલ સ્ટોરની આડમાં તબીબ તરીકે ઓળખ આપીને દર્દીઓને અલગ અલગ દવાઓ પધરાવીને પૈસા વસૂલ કરો હતો. પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે.

  મળતી માહિતી પ્રમાણે જામનગર તાલુકાના વિજયપુર ગામમાં શ્રીનાથજી જનરલ સ્ટોરની દુકાનની આડમાં રાજેશભાઈ બચુભાઈ રાણપરિયા મેડિકલ ડોક્ટરને લગતી ડિગ્રી ધરાવતો ન હતો. આમ છતાં તે ડોક્ટર તરીકે ખોટી ઓળખ આપીને દર્દીઓને તપાસીને દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપીને પૈસા વસૂલતો હતો. આવી બાતમીના આધારે તેની ધરપકડ કરી હતી.  પોલીસે રાજેશભાઈના ત્યાંથી સ્ટેથો સ્કોપ મશીન, બી.પી માપવાનું મશીન તથા અલગ અલગ પ્રકારની દાવો મળીને કુલ 3,458 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટીશનર્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપી ડોક્ટરની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, નકલી ડોક્ટર માત્ર ધોરણ 10 પાસ જ છે.

  આ પણ વાંચોઃ-જામનગરઃ દિવાળી પહેલા જ બૂટલેગરોના પ્લાન ઉપર પોલીસે પાણી ફેર્યું, 141 પેટી ઇંગ્લિશ દારુ જપ્ત, માથાભારે ટકો ખફી નામ ખુલ્યું

  રાજકોટમાં પણ ઝડપાયો હતો મુન્નાભાઈ એમબીબીએ
  રાજકોટ શહેર તેમજ જિલ્લામાં દિવસે અને દિવસે કોરોનો વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક પણ સતત વધી રહ્યો છે. ત્યારે બીજી તરફ પોલીસ કમિશનરેટ વિસ્તારમાંથી એક બાદ એક મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાઈ રહ્યા છે.

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! મહિલા હોમગાર્ડે પડોશી યુવતીને રાત્રે ઘરે બોલાવી, પત્ની સામે જ પતિએ આચર્યું દુષ્કર્મ

  આ પણ  વાંચોઃ-ધો.12 પાસ 20 વર્ષનો ભેજાબાજ ઝડપાયો, માત્ર પુરુષોને આવી રીતે શિકાર બનાવી 23 લાખ રૂપિયા ભેગા કર્યા

  ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત રાવલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના તમામ પોલીસ મથકના સ્ટાફને સૂચના આપવામાં આવી હતી કે કોરોના મહામારી દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે જે કોઈપણ ચેડા કરતા હોય તેવા તમામ પ્રકારના લોકોને ઝડપી પાડવામાં આવે.  જે અંતર્ગત રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા કિશાન સોસાયટી શેરી નંબર 11 કોઠારીયા રોડ પર કોઈ પણ જાતના મેડિકલ ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા દવાખાનું ચલાવતા મનોજભાઈ ભાનુભાઇ જોટંગીયાની મેડિકલ સાધનો તેમજ એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન તથા રોકડ રૂપિયા સહિત 3,877રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત રાવલના જણાવ્યા પ્રમાણે આ ગુનાનો આરોપી અગાઉ 2012ની સાલમાં પણ થોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડોક્ટર તરીકે મેડીકલ પ્રેકટીસ કરતા ઝડપાયેલો છે.
  Published by:ankit patel
  First published:October 23, 2020, 22:08 pm

  ટૉપ ન્યૂઝ