સંજય વાઘેલા, જામનગર: કહેવાય છે કે કળિયુગમાં મનુષ્ય ખુબ જ સ્વાર્થી બની જશે, ત્યાં સુધી કે જન્મ આપનારી માતાને પણ દરદરની ઠોકર ખાવા મજબુર કરી મુકશે. આવી જ એક ઘટના જામનગરમાં સામે આવી છે જ્યાં મિલકતમાં ભાગ ન મળતા પુત્ર નારાજ થઇ ગયો અને પથારીવશ વૃદ્ધ માતાને સાથે રાખવાનો જ ઇન્કાર કરી દીધો. શું છે સમગ્ર ઘટના, 181એ શું મહત્વની ભૂમિલા નિભાવી તે અંગે આવો જાણીએ.
જામનગર નજીક આવેલા એક ગામમાં એક વૃદ્ધ મહિલા રહે છે. આ મહિલાને સંતાનમાં બે પુત્ર અને 6 દીકરીઓ છે. દીકરીઓ તો લગ્ન કરી સાસરે જતી રહી પરંતુ વૃદ્ધાને જે દીકરા પર ભરોષો હતો તે દીકરાઓ જ અડા ફાટ્યા. આ વૃદ્ધ મહિલાને પેરાલીસીસના 4 હુમલા આવી ચુક્યા હતા, બાદમાં કોરોનાના લોકડાઉન દરમ્યાન એક હુમલો આવતા તેઓ પથારીવશ થઇ ગયાં, જો કે આ મહિલાને આશા હતી કે તેના બે દીકરાઓ દેખભાળ કરશે પરંતુ બંને દીકરાઓ મિલકતનો ખાર રાખી માતાને સાચવવાની મનાઈ કરી દીધી.
મહિલાઓની કોઈ સારસંભાળ રાખનારુ ન હોવાથી થોડો સમય દીકરીઓએ દેખભાળ. એક દીકરીએ 181 ટીમને ફોન કરી સમગ્ર બાબતે જાણ કરી. ત્યારબાદ 181ની ટીમના કાઉન્સેલર પોપટ પૂર્વી, ASI તારાબેન ચૌહાણ તથા પાયલોટ સુરજીતસિંહ વાઘેલા તુરંત જ એ વૃદ્ધ મહિલા પાસે પહોંચી ગઈ. અને વિગત મેળવવાનું શરુ કર્યું. જેમાં જાણવા મળ્યું કે આ બધું મિલકતને લઈને થયું છે, 181ની ટીમે પહેલા બંને પુત્ર સાથે વાત કરી. મોટા પુત્રએ કહ્યું કે વૃદ્ધાની સંપત્તિ નાના પુત્ર પાસે છે, અમને કઈ આપ્યું નથી તો અમે કેમ સાચાવીએ, ત્યારબાદ 181ની ટીમના કાઉન્સિલિંગ બાદ તેઓ વૃદ્ધાને રાખવા માટે તૈયાર થયા હતાં અને તેમની સેવા કરશે, દવાઓ કરશે, ધ્યાન રાખશે તેવી ખાતરી પણ 181ની ટીમને આપી છે.
અત્યારના યુગમાં લોકો પૈસા પાછળ આંધળી દોટ મૂકે છે, પરંતુ પોતાના જ પરિવારથી દૂર થઇ રહ્યા છે. લોહીના સબંધો પણ ભૂલી જવા તૈયાર થઇ જાય છે. ત્યારે આ બાબતે પણ જો અત્યારથી જ સંસ્કાર આપવામાં ન આવ્યા તો પરિસ્થિતિ ખુબ જ ગંભીર સર્જાઈ શકે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર