જામનગર: GIDCમાં દરોડા, GST મુદ્દે પહેલીવાર રાજ્યમાં સર્ચ ઓપરેશન

News18 Gujarati
Updated: January 19, 2018, 11:34 AM IST
જામનગર: GIDCમાં દરોડા, GST મુદ્દે પહેલીવાર રાજ્યમાં સર્ચ ઓપરેશન
રાજકોટ પાસીંગવાળી અને ભારત સરકાર લખેલી ગાડી માં GSTના અધિકારીઓ ની ટીમ આવી પહોચી હતી.

રાજકોટ પાસીંગવાળી અને ભારત સરકાર લખેલી ગાડી માં GSTના અધિકારીઓ ની ટીમ આવી પહોચી હતી.

  • Share this:
જામનગર: GIDCનાં ઉધોગનગર ખાતે પરફેક્ટ ઇન્ડસસ્ટ્રીઝ આવેલ છે. આ પરફેક્ટ ગ્રુપની દરેક GIDCમાં પણ ફેકટરીઓ આવેલ છે. ત્યાં રાજકોટ પાસીંગવાળી અને ભારત સરકાર લખેલી ગાડી માં GSTના અધિકારીઓ ની ટીમ આવી પહોચી હતી. આ અધિકારીઓની ટીમ દ્વારા પરફેકટ ગ્રુપની પેઢીઓ ઉપર સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જો કે આ GSTના સર્ચની કાર્યવાહી પરફેક્ટ ફેક્ટરીના બંધ બારણે કરવામાં આવી હતી. સતત પાંચ થી છ કલાક GST અધિકારીઓએ પૂછપરછ કરી હતી. તેમજ પરેફેક્ટ ફેક્ટરીમાં તેનું ચોપડા સહીતનું અન્ય સાહિત્ય કબ્જે કરી તેની તપાસ કરી હતી.

આ અધિકારીઓનાં કાફલાએ પરેફેક્ટ ગ્રુપની કપનીનું બે થી ત્રણ પોટલા સાહિત્ય કબજે કરી પોતાના સાથે લઇ ગઇ છે. જો કે આ અધિકારીઓએ પોલીસ બંદોબસ્તનો પણ સહારો લીધો હતો. તમામ તપાસ બાદ અધિકારીઓ ભારત સરકારની ગાડીમાં જતા રહ્યા હતા.

ગુજરાતમાં GST કાયદા બાદ પહેલી વખત સર્ચ ઓપરેશન

આ અધિકારીઓનાં કાફલાએ પરેફેક્ટ ગ્રુપની કપનીનું બે થી ત્રણ પોટલા સાહિત્ય કબજે કરી પોતાના સાથે લઇ ગઇ છે. જો કે આ અધિકારીઓએ પોલીસ બંદોબસ્તનો પણ સહારો લીધો હતો. તમામ તપાસ બાદ અધિકારીઓ ભારત સરકારની ગાડીમાં જતા રહ્યા હતા. તો ગુજરાતમાં GST કાયદો આવ્યા પછી પ્રથમ સર્ચ પ્રકિયા હાથ ધરી હતી GSTના દરોડાની કાર્યવાહીથી ઉધોગકારોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

ત્યારે GSTના અધિકારીઓ એ મીડિયા સમક્ષ કઈ પણ બોલવાનું ટાળ્યું હતું. અને તેઓ તુરંત જ ત્યાંથી રવાના થઇ ગયા હતાં.
Published by: Margi Pandya
First published: January 19, 2018, 11:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading