Home /News /kutchh-saurastra /Jamnagar Weather: વધી રહ્યું છે જામનગરનું તાપમાન, અંગ દઝાડતી ગરમીથી લોકો પરેશાન
Jamnagar Weather: વધી રહ્યું છે જામનગરનું તાપમાન, અંગ દઝાડતી ગરમીથી લોકો પરેશાન
વધી રહ્યું છે જામનગરનું તાપમાન, જાણો આજે કેવું રહેશે હવામાન
જામનગર(Jamnagar)માં હાલ વાતાવરણ મિશ્ર જોવા મળી રહ્યું છે. સવારે ધુમ્મસ સાથે ઠંડી અને સાંજે પણ ઠંડો પવન ફૂંકક રહ્યો છે. તો હિટ વેવની આગાહીને કારણે જામનગરમાં તાપમાનનો પારો 39.5 સુધી પહોંચી ગયો છે, લોકોએ બપોરના સમયે બહાફ નીકળતા ખાસ ધ્યાન રાખવું જેથી લૂથી બચી શકાય
સંજય વાઘેલા, જામનગર: ફરી એકવાર હવામાન વિભાગે(Weather Department) ગુજરાત(Gujarat)માં પાંચ દિવસ હિટ વેવ(Heat wave)ની આગાહી કરી છે. સાથે જ સૌરાષ્ટ્ર(Saurashtra) સહીત ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ પણ જાહેર કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણ(weather)માં એકદમથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગ(Global Warming)ના કારણે ઋતુ ચક્રમાં મોટો ફેરફાર થઇ રહ્યો છે, ઉનાળા(Summer)ની વહેલી શરૂઆત અને શરૂઆતથી જ તાપમાનનો પારો 40 સુધી પહોંચી ગયો છે. ગુજરાત(Gujarat)માં ઇતિહાસમાં પ્રથમવાર બન્યું કે માર્ચ મહિનામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હોઈ. જામનગર(Jamnagar)માં હાલ વાતાવરણ મિશ્ર જોવા મળી રહ્યું છે. સવારે ધુમ્મસ સાથે ઠંડી અને સાંજે પણ ઠંડો પવન ફૂંકક રહ્યો છે. તો હિટ વેવની આગાહીને કારણે જામનગરમાં તાપમાનનો પારો 39.5 સુધી પહોંચી ગયો છે, લોકોએ બપોરના સમયે બહાફ નીકળતા ખાસ ધ્યાન રાખવું જેથી લૂથી બચી શકાય.
કેવું રહેશે આજનું હવામાન ?
વાત કરીએ જામનગરના હવામાનની તો ડિઝાસ્ટર કંટ્રોલરૂમના જણાવ્યા પ્રમાણે આજે જામનગરમાં લઘુતમ તાપમાન 23 ડિગ્રી અને મહત્તમ 37 ડિગ્રી રહેશે, તો હવામાં ભેજનું પ્રમાણ 90 ટકા રહેવાને કારણે ગરમીનો અનુભવ ઓછો થશે. આ સિવાય પવનની ગતિ 7 કિમી પ્રતિ કલાક રહેશે.
શું છે હવામાન ખાતાની આગાહી ?
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં અંગ દજાડતી ગરમી શરુ થઇ ચુકી છે. આગામી દિવસોમાં હિટવેવનો અનુભવ થશે. ખાસ કરીને લૂ નો અનુભવ થશે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સહિતના જિલ્લામાં હિટવેવનો અનુભવ થશે. અમદાવાદમાં સરેરાશ 42 ડિગ્રી તાપમાન નોંધાયું, જયારે સૌથી વધુ ભુજમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અગામી પાંચ દિવસ ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં સરેરાશ પાંચ ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાશે.
ખાસ ઉનાળામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા વિવિધ એલર્ટ શું છે અને કેટલા એલર્ટ જાહેર કરવામાં આવે છે તે અંગે વિસ્તારથી સમજીએ તો કુલ ચાર એલર્ટ હોઈ છે, જેમાં સૌપ્રથમ ગ્રીન એલર્ટ હોઈ જેનો અર્થ એ થયો કે વાતાવરણ માફક રહેશે, ત્યારબાદ યેલ્લો એલર્ટ આવે, જેનો અર્થ થાય છે લોકોએ સાવધાન રહેવું, ત્યારબાદ ઓરેન્જ એલર્ટ આવે છે, જેનો અર્થ થાય છે કે તાપમાનનો પારો 41થી 45 ડિગ્રી સુધી પહોંચી જશે. અને છેલ્લે રેડ એલર્ટ આવે છે, જે ખતરાની નિશાની સૂચવે છે.
સામાન્ય રીતે લૂ પાડવાની શરૂઆત બપોરના સમયે થતી હોઈ છે આથી અનિવાર્ય સંજોગોમાં જ બપોરના સયે ઘરની બહાર નીકળવું, અજો બહાર જવાનુ થાય તો સમયાંતરે પાણી અવશ્ય પીતું રહેવું, લીંબુ પાણી, વળીયારીનું સરબત વગેરે પીતું રહેવું. આ સિવાય ખાસ ચા-કોફી, તમ્બાકુ, સિગારેટનું સેવન ન લરવું જોઈએ, દૂધ અને માવાની વાનગી ન ખાવી. બહારનો ખોરાક ન ખાવો, ગરમીમાંથી સ્વયં બાદ તુરંત સ્નાન ન કરવું, વગેરે જેવી મહત્વની વાતનું ધ્યાન રાખવું. તો હવામાન વિભાગ દ્વારા ઉનાળામાં જે વિવિધ એલર્ટ આપવામાં આવે છે તેનો ખ્યાલ રાખવો અને રેડ એલર્ટમાં તો બિલકુલ ઘરની બહાર નીકળવું નહીં.
" isDesktop="true" id="1195831" >
હજું તો ઉનાળાની ઋતુની શરૂઆત જ થઇ છે અને 40 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે, હજું તો બે મહિના બાકી છે ત્યારે આ બે મહિનામાં કેટલી ગરમી પડશે તે અંગે અત્યારથી જ લોકોને ચિંતા થઇ રહી છે. ત્યારે બને તેટલું લોકોએ ખાસ કરીને સગર્ભા, બાળકો અને વૃદ્ધ લોકોએ ધ્યાન રાખવું જોઈએ અને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ.