Home /News /kutchh-saurastra /Jamnagar Weather : જામનગરમાં અચાનક હવામાનમાં પલટો, જાણો હવામાનના સમાચાર

Jamnagar Weather : જામનગરમાં અચાનક હવામાનમાં પલટો, જાણો હવામાનના સમાચાર

જામનગરમાં અચાનક હવામાનમાં પલટો, વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીમાં રાહત

Jamnagar News : જામનગરમાં (Jamnagar)માં હવામાનનો (Weather)નો શું છે હાલ, જાણો કેવો રહેશે દિવસ અને આગામી ઉનાળો

    સંજય વાઘેલા, જામનગર: છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણ(weather)માં એકદમથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગ(Global Warming)ના કારણે ઋતુ ચક્રમાં મોટો ફેરફાર થઇ રહ્યો છે, ભર શિયાળે(Winter) ચાર ચાર વખત વરસાદ(Rain) પડી રહ્યો છે, તો ઉનાળા(Summer)ની વહેલી શરૂઆત અને શરૂઆતથી જ તાપમાનનો પારો 40 સુધી પહોંચી ગયો છે. ગુજરાત(Gujarat)માં ઇતિહાસમાં પ્રથમવાર બન્યું કે માર્ચ મહિનામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હોઈ. જામનગર(Jamnagar)માં હાલ વાતાવરણ મિશ્ર જોવા મળી રહ્યું છે. સવારે ધુમ્મસ સાથે ઠંડી અને સાંજે પણ ઠંડો પવન ફૂંકક રહ્યો છે. તો તાપમાનનો પારો હજું 36ની આસપાસ છે. બુધવારે અચાનક તાપમાનમાં ફેરફાર આવ્યો અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વાદળોને કારણે ગરમીમાં લોકોને રાહત મળી હતી.

    કેવું રહેશે આજનું હવામાન ?

    વાત કરીએ જામનગરના હવામાનની તો ડિઝાસ્ટર કંટ્રોલરૂમના જણાવ્યા પ્રમાણે આજે જામનગરમાં લઘુતમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ 35 ડિગ્રી રહેશે, તો હવામાં ભેજનું પ્રમાણ 84 ટકા રહેવાને કારણે ગરમીનો અનુભવ ઓછો થશે. આ સિવાય પવનની ગતિ 6 કિમી પ્રતિ કલાક રહેશે.

    ઉત્તર-પશ્ચિમના સૂકા પાવનોને લીધે ગુજરાતમાં અંગ દજાડતી ગરમી શરુ થઇ ચુકી છે. જેના લીધે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં હિટવેવનો અનુભવ થઇ રહ્યો છે. ખાસ કરીને લૂ નો અનુભવ થશે. અમદાવાદમાં યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જયારે કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ગરમીની ઋતુમાં લોકોએ બપોરના સમયે ખાસ બહાર નીકળતા બચવું જોઈએ. તો ઋતુ બદલાતા હોસ્પિટલોમાં પર દર્દીઓ વધી રહ્યા છે.

    શું છે યેલ્લો, ઓરેન્જ, અને રેડ એલર્ટ ?

    ખાસ ઉનાળામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા વિવિધ એલર્ટ શું છે અને કેટલા એલર્ટ જાહેર કરવામાં આવે છે તે અંગે વિસ્તારથી સમજીએ તો કુલ ચાર એલર્ટ હોઈ છે, જેમાં સૌપ્રથમ ગ્રીન એલર્ટ હોઈ જેનો અર્થ એ થયો કે વાતાવરણ માફક રહેશે, ત્યારબાદ યેલ્લો એલર્ટ આવે, જેનો અર્થ થાય છે લોકોએ સાવધાન રહેવું, ત્યારબાદ ઓરેન્જ એલર્ટ આવે છે, જેનો અર્થ થાય છે કે તાપમાનનો પારો 41થી 45 ડિગ્રી સુધી પહોંચી જશે. અને છેલ્લે રેડ એલર્ટ આવે છે, જે ખતરાની નિશાની સૂચવે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gujarat Weather, Gujarat Weather Forecast, જામનગર, જામનગર સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन