Home /News /kutchh-saurastra /ફરી એકવાર રાજ્યમાં પગાર વધારાને લઈને સરકારના કર્મચારીઓ મેદાને પડ્યા, જુઓ Video

ફરી એકવાર રાજ્યમાં પગાર વધારાને લઈને સરકારના કર્મચારીઓ મેદાને પડ્યા, જુઓ Video

ફરી

ફરી એકવાર રાજ્યમાં પગાર વધારાને લઈને સરકારના કર્મચારીઓ મેદાને પડ્યા, જુઓ વીડિઓ

રાજ્યભરમાં જૂની પેન્શન યોજના ફરી શરુ કરવાનું તથા અન્ય લડતર માંગણીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગર(Jamnagar)માં પણ સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઇને કાળી પટ્ટી બંધી વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ સરકાર સામે સુત્રોચાર કર્યા હતા.

વધુ જુઓ ...
    સંજય વાઘેલા, જામનગર: ફરી એક વાર રાજ્યમાં પગાર વધારાને લઈને સરકારના કર્મચારીઓ(Government employees ) મેદાને પડ્યા છે, રાજ્યભરમાં જૂની પેન્શન યોજના ફરી શરુ કરવાનું તથા અન્ય લડતર માંગણીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગર(Jamnagar)માં પણ સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઇને કાળી પટ્ટી બંધી વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ સરકાર સામે સુત્રોચાર કર્યા હતા.

    વિગત એવી છે કે જામનગરમાં સ્થિત સર્કિટ હાઉસ ખાતે રાજ્ય સરકારના શિક્ષકો તથા આરોગ્ય કર્મચારીઓ એકત્રિત થયા હતા અને કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો. તેઓએ વિવિધ પડતર પ્રશ્નોને લઇને કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં. આ કર્મચારીઓની માંગણી છે કે જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવી અને કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવો.

    આ પણ વાંચો: અમદાવાદ: 20 વર્ષની ધ્વનિ પટેલ સૌથી નાની પાયલોટ બનીને અમેરિકામાં ઉડાવશે પ્લેન

    જામનગર શહેર ઉપરાંત જિલ્લા કક્ષાએ પણ શિક્ષકો દ્વારા પડતર પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો અંગે સરકાર તાત્કાલિક નિર્ણય કરી નિરાકરણ કરે તેવી માંગણી કરવામાં આવી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन