Home /News /kutchh-saurastra /

Jamnagar: તમને બે લાખ રૂપિયાના ઘરેણા ભરેલું બેગ મળે તો? ST ડ્રાઇવેર-કન્ડક્ટરે કંઇક આવું કર્યું

Jamnagar: તમને બે લાખ રૂપિયાના ઘરેણા ભરેલું બેગ મળે તો? ST ડ્રાઇવેર-કન્ડક્ટરે કંઇક આવું કર્યું

તમને બે લાખ રૂપિયાના ઘરેણા ભરેલું બેગ મળે તો ?,  ST ડ્રાઇવેર-કન્ડક્ટરે કંઇક આવું

Jamnagar news: આજના હાઇટેક (hightech) યુગમાં સંબંધો કે લાગણી કરતાં રૂપિયાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જો કે હજુ પણ સમાજમાં એવા લોકો છે જેઓ ખુદ નબળી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થતાં હોવા છતા મફતનું કે મહેનત વગરનું ફળ મેળવવાની ઝંખના કરતાં નથી.

વધુ જુઓ ...
    Jamnagar: આજના યુગમાં વ્યક્તિ સૌથી વધુ દોટ પૈસા પાછળ મુકી રહ્યો છે. એક જમાનો હતો જ્યારે માત્ર વ્યક્તિના શબ્દોની ખુબ જ કિંમત હતી, લોકો સંબંધો અને લાગણીને સૌથી વધુ મહત્વ આપતા હતા. જો કે આજના હાઇટેક (hightech) યુગમાં સંબંધો કે લાગણી કરતાં રૂપિયાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જો કે હજુ પણ સમાજમાં એવા લોકો છે જેઓ ખુદ નબળી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થતાં હોવા છતા મફતનું કે મહેનત વગરનું ફળ મેળવવાની ઝંખના કરતાં નથી. સામાન્ય રીતે STમાં ડ્રાઇવર-કંડક્ટરની (Driver-conductor) નોકરી કરતાં કર્મચારીનો પગાર બહુ વધુ હોતો નથી, પરંતુ જામનગરના ધ્રોલ તાલુકાના ST ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવર-કંડક્ટરે ઇમાનદારીનો એવો દાખલો બેસાડ્યો કે ચારેબાજુ તેઓની ખુબ જ સરાહનાહ થઇ રહી છે.

    વાત એવી છે કે જામનગરના ધ્રોલ તાલુકાના ST ડેપોમાં કન્ડક્ટર તરીકે મકબુલ એમ. સંધાર અને ડ્રાઇવર તરીકે ડી.એલ. બાબરીયા નિત્યક્રમ મુજબ ધ્રોલથી જામનગર તરફ ST બસ લઇને જતાં હતા. આ દરમિયાન કન્ડક્ટર મકબુલે જોયું કે બસની સીટ પર એક લાવારીશ બેગ પડ્યું હતું. આ બેગ જોઇને તુરંગ કન્ડક્ટર મકબુલે તેમના સાથી કર્મચારી અને ડ્રાઇવર બાબરિયાભાઇને જાણ કરી. થોડો વિચાર-પરામર્સ કર્યા બાદ બંને બેગ ખોલીને જોયું તો આ બેગમાં અંદાજે રૂપિયા બે લાખની કિંમતના ઘરેણા હતા.

    બેગમાં રૂપિયા બે લાખની કિંમતના ઘરેણા જોઇને થોડીવાર માટે ડ્રાઇવર અને કન્ડક્ટર વિચારતા થઇ ગયા, જો કે તેઓ તુરંત જ જામનગર ST ડેપોમાં ટ્રાફિક અધિકારી અશોકસિંહનો સંપર્ક સાધ્યો અને સમગ્ર બાબત જણાવી. ત્યારબાદ જામનગર ડેપો તરફથી આ બેગ મુળ માલિક સુધી પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે ધ્રોલથી જામનગર આવતી બસમાં બેઠેલી એક મહિલાનું આ બેગ હતું, જે ધ્રોલથી જામનગર વચ્ચે આવેલા ફલ્લા ગામમાં ઉતરી ગયા હતા અને બેગ ભૂલી ગયા હતા.

    આ પણ વાંચોઃ-Crime news: મહિલા કંડક્ટરના હાથને સ્પર્શ, બીભત્સ માંગણી કરતો, STના આસી. ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટ સામે ફરિયાદ

    આ દરમિયાન જે મહિલાનું આ બેગ હતું તેઓ તપાસ કરતાં કરતાં એસટી ડેપો આવી પહોંચ્યા હતા. અહીં આ મહિલા બેગમાં રહેલી વસ્તુઓ અંગે પુછપરછ કરવામાં આવી હતી. મહિલાએ જે જે વસ્તુ જણાવી તે તમામ વસ્તુ બેગમાં હોવાથી આ બેગ એ મહિલાનું હોવાનું સાબિત થયું અને બાદમાં ડ્રાઇવર બાબરિયા ભાઇ અને કન્ડક્ટર મકબુલના હસ્તે એ મહિલાને સોંપવામાં આવ્યું હતું.

    આ પણ વાંચોઃ-Rajkot: હૃદયદ્રાવક video,'મારા ગયા બાદ તારી માતાને હેરાન ન કરતી' લાચાર પિતાનો આપઘાત, શું છે કારણ?

    પોતાની કિંમતી વસ્તુ ખોવાઇ ગઇ હોવાને લઇને મહિલા ખુબ જ દુઃખી થઇ ગઇ હતી પરંતુ STના કર્મચારીઓની પ્રામાણિક્તાને કારણે તેઓને આ વસ્તુ પરત મળી શકી હતી. પોતાનું બેગ લેવા આવેલી મહિલા કિંમતી વસ્તુ પરત મળતાં જ થોડીવાર ભાવુક થઇ ગઇ હતી અને ST ડ્રાઇવર-કન્ડક્ટરની ઇમાનદારીની ખુબ જ પ્રશંસા કરી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati news, Jamnagar News

    આગામી સમાચાર