Home /News /kutchh-saurastra /

VIDEO: જામનગરમાં બને છે ખાસ વેવાઈ કંકોત્રી, લગ્ન સીઝનમાં લોકોની પહેલી પસંદ

VIDEO: જામનગરમાં બને છે ખાસ વેવાઈ કંકોત્રી, લગ્ન સીઝનમાં લોકોની પહેલી પસંદ

આ

આ વેવાઈ કંકોત્રી કેવી હોઈ છે ? આ લગ્ન સીઝનમાં લોકોની પહેલી પસંદ બની છે, જુઓ 

જામનગરમાં આ લગ્ન સીઝનમાં એક ખાસ કંકોત્રી ખુબ ચર્ચામાં છે. આ કંકોત્રીને વેવાઈ કંકોત્રી કહેવામાં આવે છે. નામ પરથી તમે સમજી જ ગયા હશો કે ?

    જામનગર: હાલ જામનગર સહીત સમગ્ર રાજ્યમાં જોરશોરથી લગ્નની સીઝન ચાલી રહી છે. લગ્ન એક એવો સંબંધ છે જેનાથી બે પરિવાર વચ્ચે નવા સંબંધની શરૂઆત થાય છે. વર પક્ષ અને કન્યા પક્ષના લોકો એકબીજાની સાથે નવા સંબંધની શરૂઆત કરે છે. જો કે હાલ જામનગરમાં આ લગ્ન સીઝનમાં એક ખાસ કંકોત્રી ખુબ ચર્ચામાં છે. આ કંકોત્રીને વેવાઈ કંકોત્રી કહેવામાં આવે છે. નામ પરથી તમે સમજી જ ગયા હશો કે વેવાઈને આપવામાં આવતી કંકોત્રી એટલે વેવાઈ કંકોત્રી.

    જામનગરમાં આ ખાસ વેવાઈ કંકોત્રી તૈયાર કરતા લવલી કાર્ડના ઓનર ચિરાગભાઈનું કહેવું છે કે આ લગ્નની સીઝનમાં વેવાઈ કંકોત્રી લોકોની પહેલી પસંદ બની ગઈ છે. પરંપરા પ્રમાણે સૌથી પહેલા વેવાઈને લગ્નનું ખાસ આમંત્રણ આપવામાં આવે છે. વેવાઈ-વેવાઈ વચ્ચે નવા સબંધોની શરૂઆત થાય છે. આથી વેવાઈને ખાસ કાર્ડ એટલે કે કંકોત્રી આપવામાં આવે છે. ત્યારે લોકો પોતાના વેવાઈ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે આ ખાસ પ્રકારની કંકોત્રી બનાવડાવે છે.

    કેવી હોઈ છે આ કંકોત્રી ?

    આ ખાસ વેવાઈ કંકોત્રી લાકડાની બનેલા બોક્સ પ્રકારની હોઈ છે. જેમાં ઉપરના ભાગ પર આમંત્રણ આપનારનું નામ સરનામું અથવા વર-વધુનું નામ હોઈ છે. ત્યાર બાદ આ કંકોત્રી ઓપન કરતા જ ઉપરના ભાગે અરીસો હોઈ છે. તેમાં બે કાર્ડ, બે ઝાર પણ હોઈ છે. આ સિવાય કસ્ટમરના કહેવા પ્રમાણે આ વેવાઈ કંકોત્રી મોડીફાય કરી શકાય છે. તો આ વેવાઈ કંકોત્રીની કિંમત 800 થી લઈને 3000 રૂપિયા સુધીમાં હોઈ શકે છે. જો કે ડિઝાઇન પ્રમાણે કિંમતમાં ફેરફાર થઈ શકે છે.
    First published:

    Tags: Jamnagar News, Local News, Special Wedding Card

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन