નૌસેના દિવસ: જામનગરમાં એનસીસી કેડેટ્સને વિવિધ બોટની ખાસ તાલીમ યોજાઈ, જુઓ વીડિઓ
ગુજરાતમાં જામનગર (Jamnagar) ખાતે નેવી ડે નિમિતે ઉજવણી કરવામાં આવી રહી છે. 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટ (Gujarat NCC Naval Unit) દ્વારા વિષેશ ઉજવણી કરવામાં આવી હતી.
Jamnagar news: દેશમાં ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાને ઓળખવા માટે દર વર્ષે 4 ડિસેમ્બરે ભારતમાં નેવી ડે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં જામનગર ખાતે નેવી ડે નિમિતે ઉજવણી કરવામાં આવી રહી છે. 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા વિષેશ ઉજવણી કરવામાં આવી હતી.
નેવી ડે નિમિતે 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા નેવી એનસીસીના શાળા-કોલેજના કેડેટ્સ તથા એડ્સ કેડેટ્સ મળીને કુલ 70 જેટલાં કેડેટ્સને વિવિધ પ્રકારની નૌસેના બોટની કામગીરી અને તેની ખાસ વિશેષતાઓ અંગે તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ અંતર્ગત નેવલ કેડેટ્સને એન્ટરપ્રાઇઝ બોટ, રેસ્ક્યુ બોટ, 29 ફિટ ડી કે વેલર બોટ, કાયાક બોટ વગેરેની તાલીમ આપવામાં આવી હતી.