Home /News /kutchh-saurastra /

જામનગરમાં શોર્ય કથા સપ્તાહ: હિંદુ ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે ક્ષત્રિયોનું બલિદાન અભૂતપૂર્વ

જામનગરમાં શોર્ય કથા સપ્તાહ: હિંદુ ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે ક્ષત્રિયોનું બલિદાન અભૂતપૂર્વ

ભૂચર મોરી ખાતે ક્ષત્રિય સમાજના શહિદો તેમજ વિર પુરૂષોની શૌર્ય ગાથાને ઉજાગર કરવા શ

: અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા ભૂચર મોરી ખાતે ક્ષત્રિય સમાજના શહિદો તેમજ વિર પુરૂષોની શૌર્ય ગાથાને ઉજાગર કરવા શૌર્ય કથા સપ્તાહ

    જામનગર: અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા ભૂચર મોરી ખાતે ક્ષત્રિય સમાજના શહિદો તેમજ વિર પુરૂષોની શૌર્ય ગાથાને ઉજાગર કરવા શૌર્ય કથા સપ્તાહનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતી રહી હતી. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ખાસ હાજરી આપવા આવશે, તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચુઅલ રીતે આ કાર્યક્રમમાં જોડાશે.

    આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ .મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે શૌર્ય કથા સપ્તાહનું આ આયોજન ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ છે. આવા કાર્યક્રમો થકી ઇતિહાસના વીરપુરુષોનું ગૌરવ જળવાશે અને લોકો સુધી આ વીરપુરુષોની શૌર્ય ગાથા પહોંચશે મંત્રી જામ રાવલ, જામ સતાજી, જામ દિગ્વિજયસિંહજી, જામ અબડા વગેરેએ બજાવેલા શરણાગતિના ધર્મને યાદ કરી વિરપુરૂષોને આદરાંજલિ અર્પણ કરી હતી. તેમજ આ પ્રકારના વિશિષ્ટ આયોજન બદલ ડો.જયેન્દ્રસિંહ જાડેજા તેમજ અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘને અભીનંદન પાઠવ્યા હતા.

    કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે હિંદુ ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે ક્ષત્રિયોનું બલિદાન અભૂતપૂર્વ છે. ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, હમીરજી ગોહિલ, મહારાણા પ્રતાપ, કૃષ્ણકુમારસિંહજી ગોહીલ, જામસાહેબ, ધ્રોલ ઠાકોર સાહેબ મનોહરસિંહ જાડેજા, દોલત બાપુ, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા તે ક્ષત્રિય સમાજના જ નહીં પરંતુ સમગ્ર દેશના ઘરેણા છે. ધર્મ અને સંસ્કૃતિને ટકાવવા ક્ષત્રિય સમાજનો ફાળો અમૂલ્ય છે અન્યાય અને અત્યાચારનો સામનો કરવા, શરણાગતની રક્ષા કરવા, અબળાની લાજ બચાવવા તેમજ ગૌ રક્ષા માટેનુ ક્ષત્રિયોનું બલિદાન ઈતીહાસના પાનામાં અમર છે. ત્યારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની શૌર્ય કથા કાર્યક્રમની આગવી પહેલને મંત્રી બિરદાવી અભીનદન પાઠવ્યા હતા.

    વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ પ્રાસંગીક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે આવનારી પેઢી માટે આ કાર્યક્રમ પ્રેરણારૂપ બનશે. રાજવીઓએ પોતાના ૫૬૨ રજવાડા દેશની એકતા માટે સમર્પિત કરી રાષ્ટ્રભક્તિ અને ત્યાગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજનો સમય તલવાર નહીં પરંતુ કલમનો છે ત્યારે રાજપૂત યુવા સંઘ બન્નેને સાથે લઈને ચાલી રહ્યો છે જે ખુબ આનંદની વાત છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat CM, Jamnagar News, Local News, પીએમ મોદી

    આગામી સમાચાર