Home /News /kutchh-saurastra /

જામનગરમાં પોલીસ ક્વાર્ટરમાં થયું ગરબાનું આયોજન, જુઓ Video

જામનગરમાં પોલીસ ક્વાર્ટરમાં થયું ગરબાનું આયોજન, જુઓ Video

જામનગર

જામનગર નવરાત્રી

નવરાત્રીનો તહેવાર એટલે માતાજીની આરાધના કરવાનો તહેવાર. જામનગરમાં સિટી પોલીસ લાઇનમાં પણ નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. 

    જામનગર : હાલ જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. નવ દિવસ સુધી યોજાતા આ તહેવામાં લોકો દ્વારા ભારે ઉત્સાહપૂર્વક ગરબે રમીને માતાજીની આરાધના કરવામાં આવે છે. કોરોના મહામારીને ધ્યાને રાખી આ વર્ષે માત્ર શેરી ગરબાને જ સરકારે મંજુરી આપી છે. સાંજ પડતાની સાથે જ શહેરમાં રંગબેરંગી લાઇટોનો ઝગમગાટ શરૂ થઇ જાય છે અને શેરી ગરબામાં સ્પીકર પર માતાજીના ગીત વાગવાનું શરૂ થઇ જાય છે. મોટી સંખ્યામાં શહેરીજનો આ શેરી ગરબા જોવા માટે ઉમટી પડે છે. જો કેટલીક જગ્યાએ ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાય છે પરંતુ આવા સમયે લોકો શાંતિથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે પોલીસકર્મીઓ સતત ખડેપગે રહે છે અને શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખે છે.

    નવરાત્રીનો તહેવાર એટલે માતાજીની આરાધના કરવાનો તહેવાર. જામનગરમાં સિટી પોલીસ લાઇનમાં પણ નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીં પોલીસકર્મીઓના પરિવારોની બાળાઓ દ્વારા ગરબે રમી માતાજીની આરાધના કરવામાં આવે છે. આ તકે જામનગર ASP નીતેશ પાંડેય ઉપસ્થિત રહી બાળાઓને લ્હાણી વીતરણ કરવામાં આવ્યું હતું. પ્રદિપભાઇ, વિશાલભાઇ સમગ્ર સિટી પોલીસ લાઇન દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 50 વર્ષથી અહીં શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે અને ભક્તિભાવપૂર્વક માતાજીની પુજા અર્ચના કરવામાં આવે છે.

    શહેરીજનો શાંતીથી આ ગરબા અને નવરાત્રીનો આનંદ માણી શકે તે માટે પોલીસકર્મીઓ મોડી રાત સુધી ખડેપડે રહે છે. નવરાત્રી હોય કે દિવાળી, હંમેશા પોતાની ફરજ પર અડગ રહેતા પોલીસકર્મીઓનો પણ પરિવાર હોય છે. એ વાત અલગ છે કે પોલીસકર્મીઓ ફરજ અને શહેરમાં શાંતિ-વ્યવસ્થા જાળવી રાખવામાં વ્યસ્ત હોવાને કારણે મોટાભાગના તહેવારો દરમિયાન પોતાના પરિવારને સમય આપી શકતાં નથી. જો કે પોલીસ લાઇન ખાતે કરવામાં આવેલા નવરાત્રીના આયોજન દ્વારા પોલીસકર્મીઓએ માતાજીની આરાધના કરી આશિર્વાદ મેળવ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन