Home /News /kutchh-saurastra /

Indian Navy Day : આપણા જવાનોનો પરેડ અને કરતબનો આ વીડિઓ જોવા જેવો છે

Indian Navy Day : આપણા જવાનોનો પરેડ અને કરતબનો આ વીડિઓ જોવા જેવો છે

નૌસેના

નૌસેના દિવસની ઉજવણી: આપણા જવાનોનો પરેડ અને કરતબનો આ વીડિઓ જોવા જેવો છે

જામનગર સ્થિત INS વાલસુરા ખાતે નૌસેના દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં દેશના નૌસેનીક અને 1971ના પાકિસ્તાન સામે

    સંજય વાઘેલા, જામનગર: જામનગર (Jamnagar) સ્થિત INS વાલસુરા ખાતે નૌસેના દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં દેશના નૌસેનીક અને 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોના સન્માનમાં બીટિંગ રીસ્ટ્રીટ, સનસેટ સેરેમની યોજાય હતી. નૌસેના દિવસ ઉજવણીમાં (indian navy day) બેન્ડ ડિસ્પ્લે, કોન્ટિન્યુટી ડ્રિલ, મસાલ ડિસ્પ્લે, તથા 1971ના યુદ્ધમા પાકિસ્તાનને કેવી રીતે ભારતીય નેવીએ ધૂળ ચાટતું કર્યું તે અંગે આર્ટની મદદથી લોકોને દર્શાવવામાં આવ્યું હતું.

    ભારતમાં દર વર્ષે ૪ ડિસેમ્બરના રોજ નવ સેના દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. 1971 માં જ્યારે બાંગ્લાદેશની મુક્તિ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું દરમિયાન ચાર ડિસેમ્બરે ભારતીય નૌસેનાએ પાકિસ્તાનના કરાચી સ્થિત નૌસૈનિક અડ્ડા ઉપર હુમલો કરી તેને તબાહ કરી દીધો હતો. ઇન્ડિયન નેવીની જીતની યાદમાં દરેક વર્ષે નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. જામનગરમાં વાળસુરા ખાતે ઇન્ડિયન નેવીની પાંખ આવેલી છે અહીં નૌસેના દિવસ નિમિતે ખાસ નેવી વીકનું આયોજન કરવામાં આવે છે જેમાં બીટિંગ સ્ટ્રીટ, પરેટ, મેરેથોન સાહિતના કાર્યક્રમો યૉજવામાં આવે છે.

    જામનગરમાં વાલસુરા ખાતે ઇન્ડિયન નેવીની પાંખ આવેલી છે. જામ સાહેબે 600 એકર જમીન દાનમાં આપી હતી. અહીં 1948માં નૌસેના ઇલેકટ્રીકલ એન્જીનીયરિંગ સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી. 26 જાન્યુઆરીએ જયારે ભારત એક પ્રજાકસતાક દેશ બન્યો ત્યારે તેનું નામ બદલાવીને INS વાલસુરા કરવામાં આવ્યું હતું. કમાન્ડર DHR દાદાભાઈ પ્રથમ ભારતીય કામડિંગ ઓફિસર હતા.

    આ પણ વાંચો: અમદાવાદ : ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ કરેલા વાહનને શોધવા હવે ભટકવું નહીં પડે, જાણો કેમ

    નેવીએ યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી

    ભરતીય નૌસેનાની અદ્ભૂત પરાક્રમ અને ચુસ્ત રણનીતિને કારણે પાકિસ્તાન ધૂળ ચાટતું થઈ ગયું હતું. એ સમય હતો 1971નો જયારે પાકિસ્તાનની સરહદ બાંગ્લાદેશને કારણે વધુ હતી રહી પશ્ચિમ પાકિસ્તાન પૂર્વના પાકિસ્તાનને માત્ર નૌસેનાની મદદથી જ સમાન મોકલી શકતું. પરંતુ ભારતીય નૌસેનાની ચુસ્ત રણનીતિને કારણે પશ્ચિમી પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાનને જરાય મદદ કરી શક્યું નહીં.

    નૌસેનાનું સ્વર્ણિમ વિજય વર્ષ

    વર્ષ 2021માં 1971ના યુદ્ધની જીતની સ્વર્ણિમ જયંતિ છે. આથી આ વખતે આ દિવસની ઇન્ડિયન નેવી સાવર્ણિમ વિજય વર્ષ તરીકે માનવી રહી છે. ઇન્ડિયન નેવીની સ્થાઓના ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 1612માં કરી હતી જેને બાદમાં રોયલ ઇન્ડિયન નેવી નામ આપવામાં આવ્યું હતું. જો કે આઝાદી બાદ 1950થી ઇન્ડિયન નેવી નામ આપવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: એન્ટી ડ્રોન ટેક્નિક પર કામ ચાલુ, દુશ્મનોને જલ્દી જવાબ મળશે, BSF સ્થાપના દિવસ પર અમિત શાહ

    ભારતમાં નૌસેના દિવસ આ પહેલા રોયલ નેવીના ટ્રોફેગલર ડેની સાથે મનાવવામાં આવતો હતો. 21 ઓક્ટોબર 1944માં રોયલ ઇન્ડિયન નેવીએ પહેલી વાર નૌસેના દિવસની ઉજવણી કરી હતી. આ દિવસની ઉજવણી કરવા પાછળ લોકોમાં નૌસેના અંગે જાગૃતતા વધારવાનો ઉદેશ્ય હતું. 1945થી બીજા વિશ્વ યુદ્ધ બાદથી નૌસેના દિવસ 15 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવતો હતો અને 1972થી 4 ડિસેમ્બરે નેવી ડે તરીકે ઉજવવામાં આવે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar News, જામનગર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन