ઘોરકળિયુગ! નફ્ફટ દીકરાએ જીવતી માતાને મૃત જાહેર કરી, વારસાઈ માટે રચ્યો હતો કારસો

ઘોરકળિયુગ! નફ્ફટ દીકરાએ જીવતી માતાને મૃત જાહેર કરી, વારસાઈ માટે રચ્યો હતો કારસો
પ્રતિકાત્મક તસવીર

જામનગરના કાલાવાડમાં માતાનું ધાવણ લજાવાયુ, કપાતર દીકરાએ કર્યુ શર્મજનક કામ,ભાંડો ફૂટતા નોંધાઈ પોલીસ ફરિયાદ

 • Share this:
  કિંજલ કારસરીયા,જામનગર:જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગાજર ગામે રહેતા પુત્રએ પોતાની જીવતી માતાને મૃત જાહેર કરી  પિતાની વારસાઈ જમીન પોતાના નામે કરી લેવા કારસો રચ્યાનું સામે સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જામનગરના કાલાવડ પંથકમાં આવેલા નાની નાગાજર ગામે પોતાની જ  હયાત માતાને મૃત જાહેર કરી, ભાઈ-બહેનોની હયાતી છુપાવી જમીન પોતાના નામે કરી લેવા પ્રયાસ કર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.  આ કરસામાં સરકારી કાગળો તૈયાર કરવામાં મદદગારી કરનાર બે પંચને પણ પોલીસે આરોપી બનાવ્યા છે.

  કાલાવડ તાલુકાના નાનીનાગાજર ગામે બે વર્ષ પૂર્વે વિરમભાઈ દેવસીભાઈ ગમારાની વારસાઈ જમીન પોતાના નામે કરવામાં માટે તેના પુત્ર રામજી ગમારાએ વર્ષ 2018માં સ્થાનિક ગ્રામ પંચાયતમાંથી ખોટો વારસાઈ આંબો તૈયાર કરાવી લીધો હતો. ખોટા દસ્તાવેજ તૈયાર કરી પોતાનું એકલાનું નામ વારસદાર તરીકે રાખવા માટે વારસાઈ નોંધ પણ કરાવી હતી.  આ પણ વાંચો :  ડીસા : શરમજનક ઘટના! 30 વર્ષના યુવકે 60 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યુ, ચાકુની અણીએ લૂંટી ઇજ્જત

  આ વારસાઈ નોંધમાં જે તે સમયના તલાટી મંત્રીની ખોટી સહિઓ કરી હતી. આટલું ઓછું હોય તેમ પોતાના જીવિત માતા રૈયાબેન વિરમભાઈ ગમારાનું અવસાન થયું  છે. એવું ખોટું પ્રમાણપત્ર કઢાવી લઇ, જીવતી માતાનો મૃત્યુના પ્રમાણપત્રનો ઉપયોગ કરી વારસાઈ નોંધ કરાવવા આગળ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં આરોપીએ પોતાના ભાઈ કરમસી ગમારા, જવીબેન અને જયાબેનનામની બન્ને બહેનોની પણ ઓળખ પણ છુપાવી હતી.

  જીવિત માતાને મૃત જાહેર કરી રામજીભાઈ તેના પિતાના એક માત્ર સીધી લીટીના વારસ હોવાની ખરાઈ કરતું પંચનામુ તૈયાર કર્યું હતું. આ પંચનામામાં કરણાભાઇ પબાભાઇ ગમારા તથા કીશોરભાઇ કરમશીભાઇ પારઘીએ પંચ તરીકે સહીઓ કરી હતી. દરમિયાન ઈ-ધરામાં રજુ થયેલ પંચનામાં અંગે સર્કલને શંકા જતા તેઓએ નોંધ નામંજૂર કરી હતી. અને  આ પ્રક્રિયા તકરારીમાં લઇ ગયા હતા. જેની ખરાઈ બાદ કાલાવડ મામલતદાર અને પ્રાંત અધિકારીએ આ પ્રકરણમાં પોલીસ ફરિયાદનો રેફરન્સ આપ્યો હતો

  આ પણ વાંચો :  Gold Price Today : રાષ્ટ્રીય-વાયદા બજારમાં સોનાના ભાવમાં મોટો કડાકો, લગ્નસરા વચ્ચે ઘટ્યા ભાવ, 1200 રૂ.નો ઘટાડો

  જેથી હાલ સરવાણીયા ગામે નોકરી કરતા જે તે સમયના તલાટી મંત્રી નમ્રતાબેન મહેન્દ્રભાઈ ભટ્ટીએ મુખ્ય આરોપી અને પંચમાં સહી કરનાર બંને સખ્સો સામે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં IPC કલમ 465,467,468,471,474,114 મુજબ  ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
  Published by:Jay Mishra
  First published:November 24, 2020, 16:48 pm