જામનગર: જામનગર શહેરમાં શીખ સમુદાયના લોકોએ ગુરુનાનકજીની 552મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરી હતી. ત્રણ દિવસથી ચાલી રહેલા અખંડ પાઠનું આજે સમાપન કરવામાં આવ્યું હતું તથા ગુરુદ્વારા ખાતે શબદ કીર્તન અને લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શીખ ભાઈઓ અને બહેનો ગુરુદ્વારા ખાતે આવ્યા હતા અને લંગરના મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો.