શરમજનક ઘટના! જામનગરઃ ખરીદી કરવા આવેલી સગીર યુવતી સાથે કાપડની દુકાનમાં આચર્યું દુષ્કર્મ, મારી નાખવાની આપી ધમકી

શરમજનક ઘટના! જામનગરઃ ખરીદી કરવા આવેલી સગીર યુવતી સાથે કાપડની દુકાનમાં આચર્યું દુષ્કર્મ, મારી નાખવાની આપી ધમકી
આરોપીની તસવીર

દુકાનદારે વધુ ધાક-ધમકી આપીને ફરીથી અલગ અલગ સમયે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. જે ઘટનાથી અને વારંવારના ત્રાસથી સગીરા ડઘાઈ ગઈ હતી.

  • Share this:
    કિંજલ કારસરીયા, જામનગર: જામનગરના (Jamnagar) જામજોધપુરમાં (Jamjodhpur) સાડા 16 વર્ષની સગીરા પર કપડાની દુકાનમાં દુષ્કર્મ (minor girl raped) આચર્યાની ઘટના સામે આવી છે. સગીરાની માતાએ આ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં (Jamjodhpur police station) ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

    મળતી માહિતી પ્રમાણે જામનગર જિલ્લાના જામજોધપુરમાં વધુ એક દુષ્કર્મની ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ છે 16વર્ષની એક સગીરા પર દુકાનદારે પોતાની દુકાનમાં બોલાવી ત્રણ વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંઘાવાતાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.જામનગર જિલ્લાના જામજોધપુર માં વધુ એક દુષ્કર્મ અંગે ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ભારે ચકચાર જાગી છે.



    જામજોધપુરના જ એક દુકાનદારે પોતાની દુકાને ગ્રાહક તરીકે આવેલી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી ધાક-ધમકી આપી એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાવાતા ભારે ચકચાર જાગી છે. પોલીસે દુષ્કર્મ અંગે ની કલમ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી દુકાનદારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે ભોગ બનનાર સગીરાને તબીબી ચકાસણી માટે હોસ્પિટલમાં મોકલી આપી છે.

    આ પણ વાંચોઃ-વિચિત્ર અકસ્માત! લક્ઝરી બસની આરપાર નીકળી ગેસ પાઈપલાઈન, 4 માસના બાળકની માતાનું માથું થયું ધડથી અલગ

    આ ચકચારી બનાવની વિગત એવી છે કે જામજોધપુર ટાઉનમાં રહેતી સોળ વર્ષની એક સગીરા કે જે જામજોધપુરમાં રહેતા અને દુકાન ચલાવતા મયુર રાજેશભાઈ ડાભી નામના દુકાનદારને ત્યાં માલ સામાનની ખરીદી કરવા માટે આજથી ત્રણેક માસ પહેલા ગઈ હતી. જે દરમિયાન દુકાનદારે સગીરાને પોતાની દુકાનની અંદર બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું, ત્યાર પછી તેણીને બનાવ અંગે કોઇને જાણ કરશે તો પતાવી દેવાની ધમકી આપી હતી, જેથી ભોગ બનનાર સગીરા મૌન રહી હતી.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?

    આ પણ વાંચોઃ-સંબંધો શર્મશાર! 'સસરાએ મારો સંસાર ઉજાડી નાંખ્યો', સસરાએ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું, વિરોધ કરનાર પુત્રને મારી ગોળી

    ત્યાર પછી દુકાનદારે વધુ ધાક-ધમકી આપીને ફરીથી અલગ અલગ સમયે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. જે ઘટનાથી અને વારંવારના ત્રાસથી સગીરા ડઘાઈ ગઈ હતી, અને પોતાના ઘેર સુનમૂન બેઠી હતી. જે દરમિયાન આજે બપોરે તેણીની માતા એ પોતાની પુત્રીને ફોસલાવીને પૂછપરછ કરતા આખરે તેણીએ દુષ્કર્મની ઘટના અંગે કબૂલાત આપી હતી, અને સમગ્ર મામલો જામજોધપુર પોલીસ મથકે પહોંચ્યો હતો.



    જામજોધપુર પોલીસે ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદના આધારે આરોપી દુકાનદાર મયુર રાજેશભાઈ ડાભી સામે દુષ્કર્મ અંગેની કલમ તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયો છે, ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હોવાનું જામનગર ગ્રામ્યના DYSP કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોકલી આપી છે. જામજોધપુર પંથકમાં એક સપ્તાહમાં દુષ્કર્મની બીજી ઘટનાને લઇને ભારે ચકચાર જાગી છે.
    Published by:ankit patel
    First published:December 02, 2020, 16:11 pm

    ટૉપ ન્યૂઝ