Home /News /kutchh-saurastra /

જામનગરઃ આ સેવાનો લાભ જનતાએ લેવો જોઇએ, એક જ સ્થળેથી પતી જશે અનેક સરકારી કામ !

જામનગરઃ આ સેવાનો લાભ જનતાએ લેવો જોઇએ, એક જ સ્થળેથી પતી જશે અનેક સરકારી કામ !

જામનગર

જામનગર સેવા સેતું

સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં એક જ સ્થળેથી નાના-મોટા કામો એક જ દિવસમાં પતી જાય તે માટેની ખાસ વ્યવસ્થા કરવ?

    જામનગરઃ કહેવાય છેકે કોઇપણ સરકારી કામ કરાવવાનું હોય તો એક ધક્કે ક્યારેય પતે નહીં, આ માટે એક-બે ધક્કા તો જરૂર ખાવા પડે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ડિજિટલનો વપરાશ સરકારી કચેરીમાં વધી ગયો હોવાથી કામ ઝડપી બની ગયા છે. મોટાભાગની કામગીરી હવે ઓનલાઇન થઇ ગઇ છે. તેમ છતા કેટલાક કામ એવો હોય છે જેના માટે સરકારી કચેરીએ જવું અનિવાર્ય હોય છે.

    જેમ કે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રાશનકાર્ડ વગેરે જરૂરી દસ્તાવેજોમાં સરનામા અથવા નામની ભૂલો સુધારવા માટે કચેરી જવું પડે છે પરંતુ આવા કામો એક ધક્કે પતતા નથી આથી લોકો બેદરકારી દાખવે છે અને સુધારો કરતાં નથી પરંતુ સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં એક જ સ્થળેથી નાના-મોટા કામો એક જ દિવસમાં પતી જાય તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. જામનગરમાં પણ ટાઉનહોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.

    જામનગર ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમ જામનગર શહેર ખાતે તા.22-10-2021ના રોજ વોર્ડ નંબર 1થી 4 અને તા.23-10-2021ના રોજ વોર્ડ નંબર 5થી 8, તા.29-10-2021ના રોજ વોર્ડ નંબર 9 થી 12 અને તા. 30-10-2021ના રોજ વોર્ડ નંબર 13 થી 16 માટે સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું છે.

    સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી સેવાઓ જેમ કે જન્મ મરણના દાખલાઓ, ક્રિમિલેયર સર્ટિફિકેટ, જાતિનો દાખલો, પીજીવીસીએલ (જીઇબી)ના મુદ્દાઓલગ્ન નોંધણી, પ્રોપર્ટી ટેક્સના પ્રશ્નો, કારખાના લાયસન્સ, હેલ્થ ચેકઅપ, વોટર વર્કસના પ્રશ્નો, આવકનો દાખલો, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, રાશનકાર્ડ વગેરે કામગીરી અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવશે અને એક જ દિવસમાં અરજીનો નિકાલ થાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
    First published:

    Tags: Gujarati News News, Jamnagar News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन