જામનગર : શિક્ષણધામ શર્મશાર થયું, આધેડ આચાર્યએ વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાની ફરિયાદ

News18 Gujarati
Updated: October 29, 2020, 6:58 AM IST
જામનગર : શિક્ષણધામ શર્મશાર થયું, આધેડ આચાર્યએ વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાની ફરિયાદ
જામનગર શાળાના આચાર્યએ શિક્ષણ જગત શર્મશાર કર્યાનો આક્ષેપ

ઓનલાઈન શિક્ષણની સમજૂતી માટે શાળાએ બોલાવી શિક્ષક કરતો અડપલાં , ફરિયાદના પગલે ખળભળાટ

  • Share this:
કિંજલ કારસરિયા, જામનગર : જામનગર પંથકમાં (Jamnagar) છેલ્લા એક મહિના દરમિયાન મહિલાઓ અને દીકરીઓ સાથે થયેલી અત્યાચારની (Rape cases in Jamnagar) ઘટનાઓએ ધ્રુજાવી છોડાવી દીધી છે. દરમિયાન આજે કાલાવાડ પંથકમાંથી સવારે જ દુષ્કર્મની ફરિયાદ આવ્યા બાદ સાંજ પડતા વધુ એક ઘટના સામે આવી છે. શિક્ષણ જગતને શર્મશાર કરતી આ ઘટનામાં એક આધેડ આચાર્યએ શાળામાં ઓનલાઇન શિક્ષણની સમજૂતીના નામે વિદ્યાર્થિનીને (Teacher Molested a girl) બોલાવી અને અડપલાં કર્યાની ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. આ મામલે કાલાવાડ ગ્રામ્ય પોલીસ મથકમાં આધેડ સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે આ આજે કાલાવાડ ગ્રામ્ય પોલીસ મથકમાં એક અડપલાંની ફરિયાદ નોંધાઈ છે. જેમાં કાલાવાડના નાનાપાંચદેવડામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં આધેડ આચાર્ય કમ શિક્ષક સામે 10 વર્ષની વિદ્યાર્થિની સાથે ગંદી હરકતો કરવાનો આક્ષેપ લાગ્યો છે.

આ પણ વાંચો : કેશોદ : બહેનના પ્રેમ લગ્નથી નારાજ હતો ભાઈ, બનેવીને ગોળી મારી હત્યા કરવાનો કર્યો પ્રયાસ

તે વિદ્યાર્થિનીને શાળામાં ઓનલાઇન શિક્ષણની સમજૂતી આપવાના બહાને બોલાવતો હતો અને બાદમાં પિશાચી કૃત્ય કરતો હતો. જોકે, આ મામલે ફરિયાદ બાદ પોલીસ તપાસ હાથ ધરી છે. ઘટનાની તપાસ કાલાવાડ ગ્રામ્યના પોલીસ સબ ઇન્સ્પેક્ટર હિરલ પટેલ ચલાવી રહ્યા છે.

અન્ય કિસ્સામાં ગંજી ગેંગે સામૂહિત દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદજામનગર જિલ્લામાં ગેંગરેપ (Kalavad Gangrape Case)ની બે ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં જ કાલાવડ પંથકમાં ત્રીજી ગેંગરેપની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. અહીં એક આદિવાસી સગીરા પર ચાર લોકોએ દુષ્કર્મ આચર્યું છે. 21 સપ્ટેમ્બરના રોજ એક સગીર સહિત ચાર લોકોએ સગીરા (Teenager) પર વારફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ તમામ સખ્સો ગંજી ગેંગના સભ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે આ કેસમાં ચારેય આરોપીની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે કાલાવડ તાલુકાના પીપર ગામ ખાતે એક સગીરા પર ચાર નરાધમોએ વારાફરથી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે (Kalavad Rural Police Station) ફરિયાદ નોંધવામાં આવી હતી.
Published by: Jay Mishra
First published: October 28, 2020, 10:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading