સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં ભૂકંપનાં 15 આંચકા નોંધાયા, મોટો આંચકો નહીં આવે તેવો સિસ્મોલોજી વિભાગનો મત

સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં ભૂકંપનાં 15 આંચકા નોંધાયા, મોટો આંચકો નહીં આવે તેવો સિસ્મોલોજી વિભાગનો મત
ફાઇલ તસવીર

વર્ષ દરમિયાન આવા અંદાજે 75 જેટલા નાના આંચકા આવ્યા હોવાનું નોંધાયું છે.

  • Share this:
રાજ્યના (Gujarat) સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના (seismology department) નિયામક ડૉ. સુમેર ચોપરાએ જણાવ્યું છે કે, રાજ્યમાં છૂટાછવાયા ભૂકંપના (Earthquake) નાના આંચકા હજુ પણ આવી શકે છે. પરંતુ કોઇ મોટા ભૂકંપની સંભાવના હાલના સંજોગોમાં નથી.  આ સાથે તેમણે લોકોને ન ગભરાવવા અપીલ કરી છે.

વર્ષ દરમિયાન 75 ભૂૂકંપનાં આંચકા આવ્યા



મહત્વનું છે કે, રાજયના સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં છેલ્લા કેટલાક સમયથી છૂટાછવાયા ભૂકંપના નાના આંચકાઓ આવી રહ્યા છે. જોકે ચાલુ વર્ષ 2020માં સૌથી વધુ ભૂકંપના આંચકા જામનગરમા નોંધાયા છે. વર્ષ દરમિયાન આવા અંદાજે 75 જેટલા નાના આંચકા આવ્યા હોવાનું નોંધાયું છે. જોકે, ભૂકંપના આંચકાઓની તીવ્રતા પણ ઓછી રહી છે.

સંસ્કારી નગરી વડોદરાનાં આ ભરચક વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાય છે દારૂ, વીડિયો આવ્યો સામે

24 કલાકમાં 15 આંચકા આવ્યા

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, જામનગર ,તલાલા,અને પોરબંદરમાં આ વર્ષે સૌથી વધુ આંચકા નોંધાયા હોવાનો સ્વીકાર ડો. સુમેર ચોપરાએ (નિયામક જનરલ ,સિસ્મોલોજી ડીપાર્ચમેન્ટ) કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલ સવારથી આજ સવાર સુધીમા સૌરાષ્ટ્રમાં કુલ 15 જેટલા ભૂકંપના નાના નાના આંચકા આવ્યા છે. જેમાંથી 3 આંચકાની તીવ્રતા 3.1થી 3.3 સુધીની છે. જે સૌથી વધુ તીવ્રતા છે. જ્યારે બાકીના 4 આંચકા 2થી 2.9 ની વચ્ચે રહ્યા છે. અને બાકીના આંચકાની તીવ્રતા 2થી ઓછી હોવાનું સિસ્મોલોજી વિભાગે નોંધ્યું છે.

સુરત : જૂની અદાવતમાં બે મિત્રોએ ચપ્પુનાં ઘા ઝીંકીને કરી મિત્રની ઘાતકી હત્યા

અતિવૃષ્ટી થઇ હોય ત્યારે ભૂકંપના નાના આંચકા આવતા હોય

જોકે, ચોમાસાને કારણે આવેલા આંચકા તલાલા , જામનગર , ભાવનગર , પોરબંદર જેવા એરિયામાં છેલ્લા દસ વર્ષથી આવે છે. આ વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓનો એક ટ્રેન્ડ ડેવલપ થયો છે.



અતિવૃષ્ટી થઈ હોય ત્યારે આવા નાના ભૂકંપના આંચકા આવતા હોય છે. જે અમારી માન્યતાને અભ્યાસ મુજબ આ નોર્મલ પ્રક્રિયા હોવાનું સિસ્મોલોજી વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:December 01, 2020, 14:49 pm

ટૉપ ન્યૂઝ