Home /News /kutchh-saurastra /PM મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાઈ હતી : રીવાબા

PM મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાઈ હતી : રીવાબા

રવિનદ્ર્ જાડેજા વડાપ્રધાન મોદી અને રીવાબાની ફાઇલ તસવીર

નેશનલ વુમન્સ પાર્ટીના ગુજરાતના પ્રેસિડેન્ટ ભાવનાબા જાડેજાએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે તેમણે રીવાબાને ટિકિટ આપવાના બહાને રાજપુતોને લોલીપોપ આપી હતી.

    ન્યૂઝ 18 ગુજરાતી: 'જામનગરની બેઠક પરથી રાજપુતોને ટિકિટ આપવાના બહાને રીવાબાને ભાજપમાં જોડી ભાજપે લોલીપોપ આપી હતી, ત્યારબાદ ભાજપે રાજપુત સમાજને ટિકિટ ન આપી અમારી લાગણી પર પાણી ફેરવ્યું છે. ' આ શબ્દો છે, ગુજરાત વુમન્સ પાર્ટીના પ્રેસિડેન્ટ ભાવનાબા જાડેજાના જેમણે રિવાબાને ટિકિટના બહાને ભાજપે જોડી લોલીપોપ આપવાનો આક્ષેપ કર્યો છે. જોકે, આ આક્ષેપ બાદ રીવાબાએ ખુલાસો ક્યો હતો કે તેઓ પીએમ મોદીથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા હતા.

    ભાવનાબા જાડેજાએ એતક સ્થાનિક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ આક્ષેપ કર્યો હતો. ભાવનાબાના આક્ષેપ બાદ રીવાબા જાડેજાએ એક વીડિયો ક્લિપ જાહેર કરીને જણાવ્યું, 'હું ભાજપના એક કાર્યકર્તા તરીકે એક બાબત સ્પષ્ટ કરવા માંગું છું કે, સોશિયલ મીડિયામાં ભાવનાબા જાડેજાએ પોતાના વીડિયોમા મારા નામે ક્ષત્રીય સમાજનો ઉલ્લેખ કરી પોતાની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાને સંતોષવા માગતા હોય તેવું દેખાઈ આવે છે અને ક્ષત્રીય સમાજને ગેરમાર્ગે દોરતા હોઈ તેવું દેખાઈ આવે છે, તેનો હું વિરોધ કરું છું.'

    રીવાબાએ વધુમાં કહ્યું 'વીડિયોમાં ભાજપે ક્ષત્રીય સમાજની અવગણના કરી છે તેવું કહે છે, તે સદંતર રીતે ખોટું છે, કારણ કે, ભાજપે આપણા સમાજના ધારાસભ્ય હકુભા જાડેજાને મિનિસ્ટ્રીમાં સમાવીને આપણા સમાજની પૂરેપૂરી નોંધ લીધી છે અને રહી વાત મારી વ્યક્તિગત તો મેં ભાજપની વિચારધારા અને મોદી સાહેબની કાર્યશૈલીથી પ્રભાવિત થઇને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. આ માટે આપણા ક્ષતિય સમાજને નમ્ર અપીલ છે કે, આવી ભ્રામક વાતોમાં દોરાવું નહીં.'

    ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની જામનગરની સભાના એક દિવસ પહેલાં રીવાબા ભાજપમાં જોડાયા હતા. સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીને ભાજપ જામનગરથી ચૂંટણીમાં ઉતારે તેવી પણ શક્યતા હતી જોકે, ભાજપે પૂનબેન માડમને રિપિટ કર્યા હતા.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Genral Election 2019, Loksabha election 2019, જામનગર, ભાજપ, રિવાબા જાડેજા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन