વન સ્ટોપ સેન્ટર (Sakhi one stop) ની રચના કરવામાં આવી હતી, ત્યારે જામનગર (Jamnagar) માં સખી વન સ્ટોપમાં મહિલાઓ પર અત્યાચારની ફરિયાદ કેટલી નોંધાઈ તે અંગે એક રીવ્યુ બેઠક કલેક્ટર (Collectors) ની અધ્યક્ષતામાં મળી હતી.
જામનગર: કહેવાય છે કે નારી (Women) તું નારાયણી, આજના મોર્ડન યુગ (Mordarn era) માં એક પણ એવુ ફિલ્ડ નથી જેમાં મહિલાઓ સંકળાયેલી ન હોઈ, પોતાના પરિવાર (Family) ની જવાબદારી સારી રીતે ઉપાડ્યા બાદ પણ મહિલાઓ પુરુષ સમોવડી બની છે. જો કે કમનસીબે આજે પણ આપણા સમાજમાં મહિલાઓને માત્ર ચાર દિવાલમાં પુરી રાખવામાં છે અને ઘણીવાર તેના પર અમાનુંશી અત્યાચાર (Women harassment) ગુજારવામાં આવે છે. આજે પણ ઘણી મહિલાઓ ચૂપચાપ આ અત્યાચાર સહન કરી રહી છે, જો કે આવી ઘટનાઓ બનતી રોકવા માટે સખી વન સ્ટોપ સેન્ટર (Sakhi one stop) ની રચના કરવામાં આવી હતી, ત્યારે જામનગર (Jamnagar) માં સખી વન સ્ટોપમાં મહિલાઓ પર અત્યાચારની ફરિયાદ કેટલી નોંધાઈ તે અંગે એક રીવ્યુ બેઠક કલેક્ટર (Collectors) ની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં છેલ્લા ચાર મહિનાના આંકડા રજુ કરવામાં આવ્યા હતા.
જામનગરના કલેકટર ડૉ.સૌરભ પારધીની અધ્યક્ષતામાં યોજાયેલી વન સ્ટોપ સેન્ટરની ડીસ્ટ્રીકટ લેવલ મોનીટરીંગ કમિટીની બેઠકમાં વન સ્ટોપ સેન્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વન સ્ટોપ સેન્ટરના નોડલ અધિકારી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશ ભાંભી દ્વારા કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી.
કલેક્ટરને આપેલી માહિતી પ્રમાણે ઓક્ટોબર 2021 થી જાન્યુઆરી 2022 સુધીમાં કુલ 86 કેસો આવેલા હતા, જેમાં 67 કેસો ઘરેલું હિંસાના, 9 કેસો ગુમ થયાના તથા 10 અન્ય કેસો જેમાં નાણાંકીય અથવા અન્ય રીતે હેરાનગતિના કેસોનો સમાવેશ થાય છે. મોટાભાગના કિસ્સામાં બંને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. જયારે જે કેસોમાં સમાધાન થઈ શક્યું નહીં એવા કેસમાં પીડિત મહિલાઓને કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં આશ્રય અપાવવામાં આવ્યો હતો.
સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને અસરગ્રસ્ત મહિલાઓ સેન્ટરની સેવા મેળવે અને પોતાની સમસ્યાનું સમાધાન મેળવે એવા સતત પ્રયત્નો વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા કરવામાં આવે છે. જેમાં પોલીસ વિભાગ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, 181 મહિલા હેલ્પ લાઇન તથા અન્ય સામાજિક સંસ્થાઓનો સહકાર પણ મળી રહે છે. કલેકટર દ્વારા તમામ વિભાગો સાથે સંકલન કરવા અને સેન્ટરની સેવા મેળવેલ મહિલાઓના સમયાંતરે ફોલોઅપ લેવા જણાવવામાં આવ્યું હતું.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર