Home /News /kutchh-saurastra /

જામનગર રેસીડન્ટ તબીબોની હડતાલથી દર્દીઓ પરેશાન, કેમ્પસમાં બેનર સાથે સુત્રોચાર કરાયા

જામનગર રેસીડન્ટ તબીબોની હડતાલથી દર્દીઓ પરેશાન, કેમ્પસમાં બેનર સાથે સુત્રોચાર કરાયા

જામનગર

જામનગર રેસીડન્ટ તબીબોની હડતાલથી દર્દીઓ પરેશાન, કેમ્પસમાં બેનર સાથે સુત્રોચાર કરા

સોમવારે જામનગર સહીત દેશભરના રેસીડેન્ટ ડૉક્ટરોએ ફરિયાદ એકવાર હડતાલનું રણશિંગુંફૂંક્યું છે. પીજી મેડીકલ કાઉન્સીલની પ્રક્રિયા એક 

    જામનગર: સોમવારે જામનગર સહીત દેશભરના રેસીડેન્ટ ડૉક્ટરોએ ફરિયાદ એકવાર હડતાલનું રણશિંગુંફૂંક્યું છે. પીજી મેડીકલ કાઉન્સીલની પ્રક્રિયા એક મહિનો સ્થગિત કરવા અને રેસીડેન્ટ ડોકટરો ઉપર વધી રહેલા કામના ભારણના વિરોધમાં જામનગર સહિત દેશભરના રેસીડેન્ટ અને જૂનિયર ડોકટરોએ હડતાલની જાહેરાત કરી છે.

    જામનગર જી. જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસીડેન્ટ અને જૂનીયર ડોકટરો કોલેજના કેમ્પસમાં જ હડતાલ પર ઉતાર્યા હતા. અહીં તેઓ હાથમા બેનર રાખી સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા. આ રેસીડેન્ટ ડોક્ટરો દ્વારા નિયમિત ઓપીડી સહિતની સારવારની કામગીરીથી અળગા રહ્યા હતા. માત્ર ઈમરજન્સી અને ICUની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. રેસીડેન્ટ ડોક્ટરો ન હોવાને કારણે ડેઇલી ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈનો લાગી હતી.

    આ પણ વાંચો: અમદાવાદના એક લગ્ન પ્રસંગની મજામાં પડ્યો ભંગ, કલર બૉમ્બ ફાટ્યો ને ચાર લોકો દાઝ્યા

    તો જામનગર શહેરની જી.જી. હોસ્પિટલના રેસીડેન્ટ તબીબો સહીત દેશભરના રેસીડેન્ટ ડોક્ટરો કોરોનાકાળથી દિવસ રાત ફરજ બજાવી રહ્યા છે. હાલ કોરોના કેસ ઓછા થઈ ગયા છે પરંતુ તેમના કામમાં ઘટાડો થયો નથી. આ પાછળનું કારણ નવા વિદ્યાર્થીઓની ભરતી ન થવાનું છે. નવા વિદ્યાર્થીઓ ન આવતા તેમના પર કામનું ભારણ વધ્યું છે અને સતત બે સિફટમાં 12-12 કલાક કામ કરવું પડે છે. જેનાથી કંટાળીને રેસીડેન્ટ ડોકટરોએ હડતાલ પર જવાનું નકકી કર્યુ હતું. જામનગરના જૂનિયર તબીબો દ્વારા સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી હડતાલ યોજી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन