Home /News /kutchh-saurastra /

જામનગર: જીજી હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરશે, જાણો શું છે તેમની માગ

જામનગર: જીજી હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરશે, જાણો શું છે તેમની માગ

જામનગર: જીજી હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરશે, જાણો શું છે તેમની માગ

આ રેસીડેન્ટ તબીબોનું કહેવુ છે કે તેમના પર સતત કામનું ભારણ વધી રહ્યું છે. એટલું જ નહીં તેઓને બે સીફ્ટમાં 12-12 કલાક કામ કરવું પડે છે. આ રેસીડેન્ટ ડૉક્ટરો રવિવારથી હડતાલ પર ઉતારશે.

    જામનગર: એક તરફ કોરોનાની ત્રીજી લહેરના (corona third wave) ભમકારા વાગી રહ્યા છે તો બીજી બાજુ જામનગરમાં (jamnagar) આવેલી જી જી હોસ્પિટલના રેસીડેન્ટ તબીબો હડતાલ (Hospital resident doctors strike) પર જવાની તૈયારી કરી રહ્યા છે. આ રેસીડેન્ટ તબીબોનું કહેવુ છે કે તેમના પર સતત કામનું ભારણ વધી રહ્યું છે. એટલું જ નહીં તેઓને બે સીફ્ટમાં 12-12 કલાક કામ કરવું પડે છે. આ રેસીડેન્ટ ડૉક્ટરો રવિવારથી હડતાલ પર ઉતારશે. જો કે ઇમર્જન્સી સેવાઓ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે જી જી હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે ત્યારે હડતાલને લઈને તેઓને હલાકીનો સામનો કરવો પડી શકે છે.

    હાલારની સૌથી મોટી જીજી હોસ્પિટલના રેસીડેન્ટ તબીબો દ્વારા ફરી એકવાર હડતાલ પર જવાનુ નક્કી કરી લીધું છે. આ રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું કે તેમના પર કામનું ભારણ વધી ગયું છે. બે સીફ્ટમાં બાર બાર કલાક સુધી કામ કરવું પડે છે. તો જુનિયર તબીબો ની ભરતી પણ કરવામાં આવતી નથી. જો જુનિયર તબીબોની ભરતી કરવામાં આવે તો તેમના પરથી કામનો બોજ હળવો થઇ શકે તેમ છે. એટલું જ નહીં કોરોના કાળ દરમિયાન રજા રાખ્યા વગર 24 કલાક ડ્યુટી પણ કરી હતી હવે તો કોરોનાના કેસ ઘટી ગયા છે પરંતુ અમારા પરથી કામનું ભારણ ઘટતું નથી.

    ગુજરાતભરના રેસીડેન્ટ તબીબ આસોસીએશન તથા અન્ય સંસ્થા દ્વારા હડતાલ પર જવાનુ નક્કી કરવામાં આવ્યું છે. રવિવારે 28 નવેમ્બરે સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યાં સુધી કામથી અળગા રહેશે. જો કે ઇમેર્જન્સી સેવાઓ ચાલુ રહેશે.
    First published:

    Tags: Coroanvirus, Corona third wave, Jamnagar News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन