જામનગર: શહેરમાં ભર શિયાળે ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે. શુક્રવારે વહેલી સવારથી જ વરસાદી વાદળો ઘેરાયાબાદ ઝરમર વારસાદ શરુ થયો હતો. તો સાથે સાથે તીવ્ર ગતીએ ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સુરજદાદાના દર્શન થયાં નથી. મિશ્ર ઋતુના અનુભવથી શહેરવાસીઓ અવઢવમાં મુકાયા હતા. માવઠાથી સૌથી વધુ નુકશાની ખેડૂતોને થઈ છે. હાલ મગફળી, મરચા અને કપાસ જેવા પાક ખેતરમાં હોવાથી આ પાકને વધુ નુકશાન થવાની ભીતિ છે.