Home /News /kutchh-saurastra /ગરમ મસાલાના ભાવે પણ પકડી ગરમી, જાણો કેટલી છે બજારની કિંમત !!

ગરમ મસાલાના ભાવે પણ પકડી ગરમી, જાણો કેટલી છે બજારની કિંમત !!

ગરમ

ગરમ મસાલાના ભાવે પણ પકડી ગરમી, જાણો કેવી છે બજારની કિંમત !!

સંજય વાઘેલા, જામનગર: છેલ્લા કેટલાક સમયથી જીવનજરૂરિયાત તમામ વસ્તુમાં ભાવ વધારો થઇ રહ્યો છે, ખાસ કરીને ઘરવખરીની વસ્તુમાં ખાસ વધારો થયો છે, જેમ કે દૂધ, ખાદ્ય તેલ, શાકભાજી અને હવે ગરમ મસાલામાં પણ ભાવ વધતા લોકોની ચિંતામાં વધારો થયો છે.

વધુ જુઓ ...
    સંજય વાઘેલા, જામનગર: છેલ્લા કેટલાક સમયથી જીવનજરૂરિયાત તમામ વસ્તુમાં ભાવ વધારો થઇ રહ્યો છે, ખાસ કરીને ઘરવખરીની વસ્તુમાં ખાસ વધારો થયો છે, જેમ કે દૂધ, ખાદ્ય તેલ, શાકભાજી અને હવે ગરમ મસાલામાં પણ ભાવ વધતા લોકોની ચિંતામાં વધારો થયો છે. સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલ મહિનામાં ગૃહેણીઓ આખા વર્ષનો ગરમ મસાલાની ખરીદી કરતી હોઈ છે, પરંતુ આ વર્ષે કેટલાક કારણોસર ગરમ મસાલાની બજાર ખુબ જ ગરમ છે. આ વર્ષે રૂપિયા 100થી 150 સુધીનો ભાવ વધારો થયો છે. મરચા, હળદર, ધાણાજીરૂ સહિતના મસાલાના પાકને નુકસાન થતાં ગત વર્ષ કરતા મસાલાના ભાવમાં કીલોએ રૂ. 50થી 100 નો વધારો થયાનું તો હીંગનો પાક ફેલ થવાના કારણે ભાવમાં કીલોએ રૂ.150 વધ્યાનું જામનગરના મસાલાના વેપારીઓએ જણાવ્યું હતું.

    શું છે ભાવ વધારાનું કારણ ?

    એક તરફ કોરોના, તો બીજી બાજુ કમોસમી વરસાદને કારણે જનજીવન ખુબ જ પ્રભાવિત થયું છે. અને હાબે યુદ્ધની પરિસ્થિતિને કારણે મધ્યમ વર્ગને કમરતોડ આર્થિક ફટકો પડ્યો છે. ખાદ્યતેલથી લઈને પેટ્રોલ-ડીઝલ, ઘી- દૂધમાં વધારા બાદ હવે ગરમ મસાલાના ભાવમાં ઓણ વધારો થયો છે. મોંઘાવારીની સ્થિતિમાં મસાલાની સીઝન ટાંણે મસાલાના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓમાં ભારે રોસ જોવા મળી રહ્યો છે.માર્ચ અને એપ્રિલના મહિનામાં હળદર, મરચું, ધાણાજીરૂં સહિતની મરી મસાલાની સિઝન હોય છે. આ બે મહિનામાં જ બાર મહિના ચાલે તેટલા મસાલાની ખરીદી કરવામાં આવતી હોઈ છે. પરંતુ આ વર્ષે મરચા,હળદર, ધાણાજીરૂ સહિતના મસાલાના ભાવમાં કીલોએ રૂ. 50થી 100 નો વધારો થયો છે.

    આ પણ વાંચો: અમદાવાદ: હવસખોર ભુવો ઝડપાયો - વિધિના બહાને 15 વર્ષની સગીરા પર નજર બગાડી, અને પછી...

    કેટલો કેટલો ભાવ વધારો છે ?

    વેપારીઓનું કહેવું છે કે જામનગરમાં આવતું તીખું મરચું આંધ્રપ્રદેશથી આવે છે જ્યાં આ વર્ષે માવઠું થયું હતું જેની સીધી અસર ભાવ પર થઇ છે, જયારે હીંગ અફઘાનિસ્તાનના કાબુલમાંથી આવે છે. પરંતુ આ વર્ષે હીંગ નો પાક ફેલ થયો છે, જેના કારણે હીંગના કીલોના ભાવમાં રૂ.150નો વધારો થયો છે. ચાલુ વર્ષે ધાણાનો પાક પુષ્કળ પ્રમાણમાં છે પરંતુ પાકની ગુણવત્તા મધ્યમ હોવાના કારણે ધાણાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે.

    આ પણ વાંચો: નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે પત્ની અને પુત્ર શિવરાજ પટેલે આપી સંમતિ
    " isDesktop="true" id="1192580" >

    છેલ્લા બે વર્ષના ભાવ ઓર એક નજર કરીએ તો મરચા પાવડરનો ગત વર્ષે 250થી 400 રૂપિયા ભાવ હતો જે આ વર્ષે 350થી 550 છે, જયારે હળદર પાવડરના ગયાં વર્ષે 150થી 250 ભાવ હતા જે આ વર્ષે 200થી 300 રૂપિયા છે. ધાણાજીરૂ પાવડરના ગત વર્ષે 150 થી 200 હતા જે આ વર્ષે 250થી 300 રૂપિયા છે. આખું જીરુંના 150થી 200 હતા જે 250થી 330 છે તો ગરમ મસાલાના ગત વર્ષે ભાવ 350થી 500 ભાવ હતા, જે 400થી 600 રૂપિયા થઇ ગયાં છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    विज्ञापन
    विज्ञापन