Home /News /kutchh-saurastra /

જામનગરમાં ચૂંટણી પહેલા જ ભાજપ-કોંગ્રેસ વચ્ચે પોસ્ટર યુદ્ધ, શહેરની દીવાલો પર કમળની સામે મોંઘવારીનો બાટલો

જામનગરમાં ચૂંટણી પહેલા જ ભાજપ-કોંગ્રેસ વચ્ચે પોસ્ટર યુદ્ધ, શહેરની દીવાલો પર કમળની સામે મોંઘવારીનો બાટલો

જામનગરના જાહેર દીવાલો પર ભાજપ દ્વારા કમળની બનાવેલી પ્રતિકૃતિની પાસે જ કોંગ્રેસે ગેસનો બાટલો દોરીને મોંઘવારીનો ઉલ્લેખ કરી ભાજપા પર સીધું જ નિશાન તાક્યું છે.

જામનગરમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2022) પહેલા ભાજપ-કોંગ્રેસ (BJP-Congress) વચ્ચે પોસ્ટર યુદ્ધ (Poster War) જામ્યું છે. જામનગરના જાહેર દીવાલો પર ભાજપ દ્વારા કમળની બનાવેલી પ્રતિકૃતિની પાસે જ કોંગ્રેસે ગેસનો બાટલો દોરીને મોંઘવારીનો ઉલ્લેખ કરી ભાજપા પર સીધું જ નિશાન તાક્યું છે

વધુ જુઓ ...
    કિંજલ કારસરીયા, જામનગર: જામનગરમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2022) પહેલા ભાજપ-કોંગ્રેસ (BJP-Congress) વચ્ચે પોસ્ટર યુદ્ધ (Poster War) જામ્યું છે. જામનગરના જાહેર દીવાલો પર ભાજપ દ્વારા કમળની બનાવેલી પ્રતિકૃતિની પાસે જ કોંગ્રેસે ગેસનો બાટલો દોરીને મોંઘવારીનો ઉલ્લેખ કરી ભાજપા પર સીધું જ નિશાન તાક્યું છે ત્યારે ભાજપ દ્વારા આ બાટલા ઓના ચિત્રો હટવવા માટે પેઈન્ટરને મોકલ્યા હતા ત્યારે પણ કોંગ્રેસ પ્રમુખેના ભાજપના નિશાનની બાજુમાં બનાવાયેલ બાટલાના ચિત્ર હટાવતા પેઈન્ટરને ખદેડી મુક્યા હતા. જેથી ચૂંટણી પહેલાં જ ભાજપ કોંગ્રેસ વચ્ચે પોસ્ટર યુદ્ધ જામ્યું છે.

    જામનગર શહેરના જાહેર દીવાલો પર ભાજપ દ્વારા કમળની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. જ્યાં એકાએક રાત્રે ગેસ સિલિન્ડર ચોર આવી તેમાં 350 ના ભાવના 950 કરનાર એવો કટાક્ષ સાથેનું પેઇન્ટિંગ કોઈએ કર્યું હતું. આ અંગે શહેર ભાજપ પ્રમુખે પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા આ હલકી કક્ષાની રાજનીતિ કરાઈ રહી છે. કોંગ્રેસે લોકોના દિલમાં જગ્યા બનાવવા માટે લોકોની વચ્ચે રહેવું પડે અને લોકોના હિત માટે ભાજપે કરેલા ગરીબ બહેનોને મફત સિલિન્ડર, કોરોના કાળમાં મફત વેક્સિન સહિતની ઉપલબ્ધીઓ ગણાવી કોંગ્રેસને હલકી રાજનીતિથી પર આવવા જણાવ્યું હતું અને પોસ્ટર યુદ્ધ મુદ્દે પોલીસનું ધ્યાન દોરવા પણ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરાએ જણાવ્યું હતું.

    આ પણ વાંચો- અમદાવાદ: ફ્લેટના કમ્પાઉન્ડમાં રમતા ધોરણ 8માં અભ્યાસ કરતા સગીર સાથે યુવકે આચર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય

    જામનગરમાં જામેલા પોસ્ટર યુદ્ધ વચ્ચે જ ભર બપોરે ભાજપના સિમ્બોલની બાજુમાં બનાવાયેલા ગેસના સિલિન્ડર અને તેમાં મોંઘવારીનો ભાવ દર્શાવી કટાક્ષ કરતા ચિત્રો હટાવતાં પેઇન્ટરને જોઈને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા પણ તાબડતોબ દોડી આવ્યા હતા અને તેઓએ પેઈન્ટરને ખદેડી કોંગ્રેસના કાર્યકરોએ લોકોની મોંઘવારીની વાતને વાચા આપી હોવાનું જણાવી આવનાર સમયમાં ભાજપના કાર્યકરના ઘર સામે જુદા જુદા ગેસ સિલિન્ડર ઉપરાંત તેલના ભાવમાં વધારો તેમજ ખાતર સહિતના ભાવ વધારાને લઇને પ્રતિકૃતિ બનાવવાની વાત કરી ભાજપ સામે નિશાન તાક્યું હતું.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Assembly Election 2022, BJP Congress, Gujarat Election 2022, Jamnagar City, Jamnagar News

    આગામી સમાચાર