જામનગરઃ ધો.4ની વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર પ્રિન્સીપાલને 14 વર્ષની સજા

જામનગરમાં ગોકુલનગર જીજીસ ક્રાઇસ્ટ સ્કુલમાં ડેનિયલ ગવાઇ નામના પ્રિન્સીપાલ ફરજ બજાવે છે. તેણે ચોથા ધોરણની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

News18 Gujarati
Updated: July 8, 2019, 4:38 PM IST
જામનગરઃ ધો.4ની વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર પ્રિન્સીપાલને 14 વર્ષની સજા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 8, 2019, 4:38 PM IST
રવિ બુદ્ધદેવ, જામનગરઃ સામાન્ય રીતે શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં થવાની ઘટનાઓ ગુજરાતમા છાસવારે બનતી રહે છે. પરંતુ આવા લંપટ શિક્ષકોને કંટ્રોલમાં રાખવા માટે ન્યાયતંત્ર દ્વારા કડકમાં કડક સજા ફટકારવામાં આવે જ છે. આવો જ એક ચૂકાદો જામનગરમાં બન્યો છે. જ્યાં ધોરણ ચારની વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર પ્રિન્સીપાલને 14 વર્ષની સજા સંભળાવી છે.

મળતી માહિતી પ્રમાણે જામનગરમાં ગોકુલનગર જીજીસ ક્રાઇસ્ટ સ્કુલમાં ડેનિયલ ગવાઇ નામના પ્રિન્સીપાલ ફરજ બજાવે છે. તેણે ચોથા ધોરણની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જોકે, આ વાતની જાણ થતાં પરિવારે ડેનિયલ સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ-લેડી ડોન ભુરીએ દીવમાં પુરૂષ મિત્ર સાથે ઝઘડો કરતા પોલીસે પકડી

આજે સોમવારે જામનગર પોસ્કો કોર્ટે આરોપી ડેનિયલને અલગ અલગ કલમો હેઠળ 14 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે. કોર્ટેની સજા બાદ લંપટ શિક્ષકો માટે દાખલા રૂપ બની રહેશે.
First published: July 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...