Home /News /kutchh-saurastra /

જામનગરમાં મોદી: કોંગ્રેસને સમાજની એકતા જ ખૂંચે છે

જામનગરમાં મોદી: કોંગ્રેસને સમાજની એકતા જ ખૂંચે છે

પ્રધાનમંત્રી મોદી જામનગર પહોંચી ગયા છે. અહીં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ તેમનો ઇતિહાસ યાદ કરે. ઉત્તર પ્રદેશનાં પરિણામ આવ્યા ત્યારે તેમનું ખાતુ પણ ન ખુલ્યું. તેમનો ગઢ ગણાતા અમેઠી અને રાયબરેલીમાં પણ મળી કારમી હાર

પ્રધાનમંત્રી મોદી જામનગર પહોંચી ગયા છે. અહીં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ તેમનો ઇતિહાસ યાદ કરે. ઉત્તર પ્રદેશનાં પરિણામ આવ્યા ત્યારે તેમનું ખાતુ પણ ન ખુલ્યું. તેમનો ગઢ ગણાતા અમેઠી અને રાયબરેલીમાં પણ મળી કારમી હાર

વધુ જુઓ ...

જામનગર: પ્રધાનમંત્રી મોદી જામનગર પહોંચી ગયા છે. અહીં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ તેમનો ઇતિહાસ યાદ કરે. ઉત્તર પ્રદેશનાં પરિણામ આવ્યા ત્યારે તેમનું ખાતુ પણ ન ખુલ્યું. તેમનો ગઢ ગણાતા અમેઠી અને રાયબરેલીમાં પણ મળી કારમી હાર ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચારમાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભાવનગર, જૂનાગઢ અને જામનગરમાં સભાઓને સંબોધી હતી. પહેલાં ધરમપુર, ભાવનગરમાં જાહેર સભાને સંબોધ્યા બાદ જૂનાગઢ અને જામનગરમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.  પીએમ મોદીએ કહ્યું કે, જુનાગઢ સમગ્ર ગુજરાતનું ટુરિઝમનું કેપિટલ બનાવી શકે તેવી તાકાત ધરાવે છે. પણ જુનાગઢ કોગ્રેસના આંખમાં કણાની જેમ ખૂંચે છે. રોપવેમાં પર્યાવરણના નામે પરમિશાન આપવામાં આડોડાઈ કરી હતી. આપણે આવ્યા ત્યારે પરમિશન આપાવીને કામ શરૂ કરાવ્યું.


ભાવનગરમાં વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘બે દાયકામાં એવી એક પણ ઘટના બની નથી કે, જેના કારણે ગુજરાતને નીચું જોવાનું થયું હોય. કોંગ્રેસ પાર્ટીને સમાજની એકતા જ ખૂંચે છે. આજે પણ કોંગ્રેસ તરફથી દેશની પીંખી નાખવાનો, વીંખી નાખવાનો કારસો ચાલી રહ્યો છે.’ વિકાસના મુદ્દે વડાપ્રધાને કહ્યું કે, ‘ગુજરાતનો વિકાસ થયો એનું કારણ શું? આ જે થયું તેનું કારણ ગુજરાતીઓની એકતા, ગુજરાતીઓની સદભાવના, ગુજરાતનું સારું કરવા માટેની નેમ, જતું કરવાની નેમ અને ગુજરાતનું ભલું થશે તો કાલે અમારું પણ ભલું થશે એવા ઉમદા વિચારને કારણે ગુજરાત આગળ વધ્યું છે અને એને તાકાત આપવાનું કામ ભાજપે કર્યું છે. શાંતિ, એકતા અને સદભાવનાની શક્તિના કારણે ગુજરાતનો વિકાસ થયો છે.’


નોટબંધી મુદ્દે વડાપ્રધાને કોંગ્રેસની ઝાટકણી કાઢતા કહ્યું કે, ‘નોટબંધીના 12 મહિના થઈ ગયા છતાં કોંગ્રેસીઓના આંખનાં આંસુ હજી સુકાતાં નથી. કોંગ્રેસ પાર્ટી એ ધ્યાન રાખે કે અમે જુદી માટીના માનવી છીએ. ગાંધી અને સરદારની ધરતીનું ધાવણ ધાવીને મોટા થયા છીએ, એટલે જ અમે અમારા સંકલ્પમાંથી પાછા વળતા નથી. અમારો સંકલ્પ છે કે, જેમણે આ દેશને અને ગરીબોને લૂંટ્યા છે, એમણે ગરીબોનું લૂંટેલું પાછું આપવું જ પડશે. ઉત્તર પ્રદેશના લોકો કોંગ્રેસ અને તેના નેતૃત્વને સારી રીતે જાણે છે. ઉત્તર પ્રદેશે વારંવાર કોંગ્રેસને નકારી છે.’ વડાપ્રધાને ઉમેર્યું કે, ‘હું સત્યને વળગી રહેવા કોંગ્રેસને અપીલ કરું છું. ગુજરાતના લોકો ચૂંટણી સમયે લોલીપોપ અને કોંગ્રેસનાં ખોટાં વચનોને પસંદ નહિ કરે.’


પોતાની સરકારની સિદ્ધિઓ જણાવતા મોદીએ કહ્યું કે, ‘અમારી સરકારે ત્રણ કરોડ ગરીબ પરિવારોને ગેસનાં મફત કનેક્શન આપ્યા અને ગરીબ માતાઓને લાકડાના ચૂલાના ધુમાડામાંથી મુક્તિ આપવાનું મહત્ત્વનું કામ કર્યું છે. હૃદયની બીમારીમાં સારવાર માટેનાં સ્ટેન્ટ પહેલાં મોંઘાં મળતાં હતાં, આજે 25 હજાર સુધીમાં લોકોને સ્ટેન્ટ મળી રહે છે.’


પ્રધાનમંત્રી મોદી જામનગરમાં

મે કરેલી ચૂંટણીની ત્રણેય આગાહીઓ સાચી પડી
કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીના પરિણામ પણ નક્કી
ઉત્તરપ્રદેશમાં કમાલ થઈ, કોંગ્રેસનો થયો સફાયો
ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી ના શકી
કોંગ્રેસ પોતાનો ઈતિહાસ યાદ કરે
ગુજરાતના લોકો કોંગ્રેસને સ્વીકારવા તૈયાર નથી
ગુજરાતે 50 વર્ષથી કોંગ્રેસને સ્વીકાર્યું નથી
જામનગરમાં 20 વર્ષ પહેલા વાવાઝોડું આવ્યું
ઓખીના વાવાઝોડાને પહોંચી વળવા સરકારી તંત્ર સજ્જ
સૌનો સાથ, સૌનો વિકાસ એ અમારો મંત્ર
1930માં શ્યામજી કૃષ્ણ વર્માએ દેશ છોડ્યો
શ્યામજી કૃષ્ણ વર્માને પણ કર્યો અન્યાય
માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક બનાવ્યું છે
હું શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થી પરત લાવ્યો
LED બલ્બથી લોકોને થયો ફાયદો
LEDનો બલ્બ રૂપિયા 50મા મળે છે
લોકો પાણી માટે 3 કિલોમીટર સુધી જતા હતા
સૌની યોજનાની કોંગ્રેસે ઉડાવી હતી મજાક
સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ડેમો ભરાયા
સામાન્ય લોકોના જીવનમાં 3 પરિવર્તન માટે કરી રહ્યો છું કામ
શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો વધારો
ભાજપે 60 હજાર શાળાઓ બનાવી
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, જામનગર, પીએમ નરેન્દ્ર મોદી

આગામી સમાચાર