Home /News /kutchh-saurastra /

જય ખોડિયાર: માટેલધામ ખાતે ઉમટ્યું માનવ મહેરામણ, જુઓ ખાસ વીડિયો

જય ખોડિયાર: માટેલધામ ખાતે ઉમટ્યું માનવ મહેરામણ, જુઓ ખાસ વીડિયો

જય

જય ખોડિયાર : ચાલીને માટેલધામ ઉમટ્યું માનવ મહેરમણ, જુઓ ખાસ વીડિઓ

સંજય વાઘેલા, જામનગર: ચૈત્રી નવરાત્રીનું ખાસ મહત્વ છે. ખાસ કરીને આ નવરાત્રી દરમ્યાન ખોડિયાર માતાના માટેલ ધામમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ પહોંચે છે. પોતાની માનતા પુરી કરવા માટે શ્રદ્ધાળુ પગપાળા ચાલીને માટેલ નીકળી પડે છે. તો આ શ્રદ્ધાળુ માટે ઠેર ઠેર રહેવા-જમવા તથા રસ્?

વધુ જુઓ ...
    સંજય વાઘેલા, જામનગર: ચૈત્રી નવરાત્રી(Chaitra Navratri)નું ખાસ મહત્વ છે. ખાસ કરીને આ નવરાત્રી દરમ્યાન ખોડિયાર માતા(Goddess Khodiyar)ના માટેલ(Matel) ધામમાં મોટી સંખ્યામાં પદયાત્રી(Pilgrims)ઓ પહોંચે છે. પોતાની માનતા પુરી કરવા માટે શ્રદ્ધાળુ પગપાળા ચાલીને માટેલ નીકળી પડે છે. તો આ શ્રદ્ધાળુ માટે ઠેર ઠેર રહેવા-જમવા તથા રસ્તામાં પડતી તમામ મુશ્કેલી માટે રાહત કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ જામનગર(Jamnagar)ના જોગવડ ગ્રુપ દ્વારા ચૈત્રી નવરાત્રી પર માટેલ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1500થી 2000 જેટલાં લોકો જોડાયા હતા.

    અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં સ્થિત જોગવડ ગ્રુપ દ્વારા છેલ્લાં 23 વર્ષથી માટેલ પદયાત્રા સઘનું આયોજન કરવામાં આવે છે જેમાં દર ચૈત્રી નવરાત્રીએ મોટી સંખ્યામાં ભકતો જામનગરથી માટેલ પદયાત્રા કરે છે. આ વર્ષે પણ 1500થી 2000 હજાર જેટલાં લોકો પદયાત્રા માટે નીકળી પડ્યા હતા. જામનગરમાં સુભાષ શાર્ક માર્કેટ નજીક દેવુભાના ચોક વિસ્તારમાંથી પદયાત્રીઓ માટેલ જવા રવાના થયા હતાં. પદયાત્રીઓ માટે વિવિધ સેવા સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવે છે. જોગવડ ગ્રુપ દ્વારા આયોજીત પદયાત્રામાં ચા-નાસ્તો ભોજન તથા મેડિકલ સેવાઓ પુરી પાડવામાં આવે છે. ધારાસભ્યો તેમજ શહેરના વેપારી સંસ્થાના હોદ્દેદારો એ પણ ખાસ હાજરી આપી હતી.

    માટેલ પદયાત્રા સંઘ-જોગવડ દ્વારા જામનગરથી 2 હજારથી પણ વધુ પદયાત્રીઓને માટેલ સુધી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે આ સંઘનું પ્રસ્થાન ખંભાળિયાના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ તેમજ જીતુલાલ, શેતલ શેઠ અને ડિગુભા જાડેજા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ચૈત્ર નવરાત્રીના પાવન પર્વ પર 52 ગજની ધ્વજા લઈને આ સંઘ માટેલ માતાજીના દર્શનાર્થે જવા રવાના થયો હતો, ત્યારે રાસ ગરબાના તાલે સૌકોઈ શ્રધ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા. માટેલ પદયાત્રામાં રહેલ 52 ગજની ધ્વજાની લોકોએ વિશેષ પુજા કરી હતી.

    સંઘમાં સામેલ થનાર પ્રત્યેક પદયાત્રીને ગ્રુપ દ્વારા સવારે તથા સાંજે નાસ્તો તેમજ બપોરે તથા રાત્રિના સમયે ભોજન ઉપરાંત તમામ પ્રકારની મેડીકલ સુવિધા અને માર્ગમાં રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થા વગેરે આયોજન જોગવડ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Navratri, Religion, રાજકોટ

    આગામી સમાચાર