Home /News /kutchh-saurastra /જામનગર: તંત્રએ કરેલી ભૂલને કારણે આ સોસાયટીમાં વગર વરસાદે આવ્યું પૂર, જુઓ વીડિયો

જામનગર: તંત્રએ કરેલી ભૂલને કારણે આ સોસાયટીમાં વગર વરસાદે આવ્યું પૂર, જુઓ વીડિયો

પાણીના

પાણીના ભરાવાને કારણે સોસાયટીમાં રહેતા લોકો ઘરની બહાર નીકળી શકતાં નથી

રાજ્યમાં છેલ્લા 20 દિવસથી વરસાદે માજા મૂકી છે. સતત ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. હજું પણ મધ્યગુજરાતથી લઇને સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે.

    જામનગર: રાજ્યમાં છેલ્લા 20 દિવસથી વરસાદે માજા મૂકી છે. સતત ધોધમાર વરસાદ (Heavy rain)ને કારણે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. હજું પણ મધ્યગુજરાતથી લઇને સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઇ છે. જો કે જામનગર(Jamnagar)માં એક સોસાયટી એવી પણ છે જ્યાં વગર વરસાદ ગોઠણસમા પાણી ભરાય ગયા છે. એટલું જ નહીં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. સોસાયટીના રહીશો દ્વારા અનેક વખત મહાનગર પાલીકામાં રજૂઆત કરવામાં આવી તેમ છતા તેમના પ્રશ્નનો કોઇ ઉકેલ આવ્યો નથી.

    જામનગરના ગુલાબનગર વિસ્તારમાં સિન્ડીકેટ સોસાયટી આવેલી છે, આ સોસાયટીમાં રહેતાં લોકોનું કહેવું છે કે એક પૂલમાં જતું પાણી મનપા દ્વારા બંધ કરવામાં આવ્યું છે જેના કારણે બધુ પાણી તેમની સોસાયટીમાં ઘૂસી ગયું છે. તેમની સોસાયટીમાં ગોઠણસમા પાણી ભરાઇ ગયા છે. ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. એવા અમારું ઘરની બહાર નીકળવાનું બંધ થઇ ગયું છે અને વગર વરસાદે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઇ ગયું છે.

    તો આ સિન્ડીકેટ સોસાયટીમાં શેરી નંબર 3માં ગુલાબનગરમાં રહેતાં મંજુબેન ગોસ્વામીએ પોતાની હૈયાવરાળ ન્યૂઝ18 સમક્ષ ઠાલવતા જણાવ્યું કે સતત એક મહિનાથી પાણી ચાલું છે. ઘરમાં પાણી આવી ગયું છે. અમે કોર્પોરેશનમાં અનેક વખગ ધક્કા ખાધા, અધિકારીઓ સમક્ષ તમામ રજૂઆત કરી છે. કોર્પોરેશન તરફથી અમોને માત્ર આશ્વાસન આપવામાં આવે છે. કોઇ અધિકારી પણ અહીં આવીને મુલાકાત પણ લીધી નથી.

    આ પણ વાંચો: કચ્છ: ભુજના ટેકરી વાળા હનુમાનજીનું મંદિર તોડવા હિલચાલ, હિન્દુ સંગઠનોનો વિરોધ

    ગટર તથા વરસાદી પાણી ઘરમાં ઘૂસી જવાને કારણે સોસાયટીમાં રહેતા લોકો ઘરની બહાર નીકળી શકતાં નથી. બીજું અહીં રહેતા લોકોનું કહેવું છે કે આ પાણી ઘણા સમયથી ભરાયેલું હોવાને કારણે રોગચાળો ફાટી નિકળે તેવી પ્રબળ શક્યતાઓ છે. એવામાં અમારા બાળકો કે અન્ય લોકો પર બીમારીનો ખતરો મંડરાઇ રહ્યો છે. વહેલી તકે મનપાના અધિકારીઓ સોસાયટીની મુલાકાત લઇને આ પાણીનો તાત્કાલિક નિકાલ કરે તથા આરોગ્ય કર્માચારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamanagar, Jamnagar News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन