Home /News /kutchh-saurastra /

'સ્વેટર કાઢી લેજો' જામનગરમાં શિયાળાની શરૂઆત, લઘુતમ તાપમાનનો પારો પહોંચ્યો 18.5 ડિગ્રી

'સ્વેટર કાઢી લેજો' જામનગરમાં શિયાળાની શરૂઆત, લઘુતમ તાપમાનનો પારો પહોંચ્યો 18.5 ડિગ્રી

'સ્વેટર કાઢી લેજો' જામનગરમાં શિયાળાની શરૂઆત, લઘુતમ તાપમાનનો પારો 18.5 ડિગ્રી

સૌરાષ્ટ્ર સહીત જામનગરમાં સવારના સમયે અને રાત્રે તીવ્ર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ

    જામનગર: સામાન્ય રીતે નવરાત્રી બાદથી જ ઠંડીની શરૂઆત થઈ જતી હોઈ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુચક્રમાં થયેલા ફેરફારને કારણે ચોમાસુ, ઠંડી અને તડકાંનાં સમયમાં ફેરફાર દેખાઈ રહ્યો છે. આ વખતે શિયાળાની શરૂઆત થોડી મોડી થઈ છે. દિવાળી બાદ ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. જામનગરમાં ધીમે ધીમે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. બુધવારે જામનગરમાં લઘુતમ તાપમાન 18.5 નોંધાયું હતું.

    સૌરાષ્ટ્ર સહીત જામનગરમાં સવારના સમયે અને રાત્રે તીવ્ર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે દિવસ દરમ્યાન તડકો રહેવાથી ગરમીનો અનુભવ થાય છે. હવામાન ખતાના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં તાપમાનનો પારો હજું પણ નીચે જશે તેથી શહેરવાસીઓએ સ્વેટર કાઢી તૈયાર રાખવું.

    આ પણ વાંચો: વલસાડ: દારૂનાં નશામાં કાર ચાલકે 5 વાહનોને અડફેટે લીધા, દુર્ધટનાની જુઓ તસવીરો

    વાત કરીએ ગુજરાતમાં ઠંડીની તો હાલ ઉત્તર પૂર્વ તરફનો પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે સૂકા પવનનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડીની અસર નલીયામાં 14.6 ડિગ્રી, રાજકોટમાં 18.1, જૂનાગઢમાં 18.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી માસમાં લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં આવી જશે.
    First published:

    Tags: Gujarat winter, જામનગર, શિયાળો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन