Home /News /kutchh-saurastra /

Jamnagar: આયુર્વેદિક મહામેળામાં ઉમટ્યા શહેરીજનો, ખાણી-પીણી અને હેલ્થ ચેકઅપનો લીધો લ્હાવો

Jamnagar: આયુર્વેદિક મહામેળામાં ઉમટ્યા શહેરીજનો, ખાણી-પીણી અને હેલ્થ ચેકઅપનો લીધો લ્હાવો

જામનગર:

જામનગર: આયુર્વેદિક મહામેળામાં ઉમટ્યા શહેરીજનો, ખાણી-પીણી અને હેલ્થ ચેકઅપનો લીધો

જામનગરમાં (jamnagar) ચાર દિવસ સુધી ચાલનારા આયુર્વેદ સ્વાસ્થ્ય મહામેળાની (Aayurveda health fair) શરૂઆત થઇ ચૂકી છે. બીજા અને ત્રીજા દિવસે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા

    જામનગરઃ જામનગરમાં (Jamnagar) ચાર દિવસ સુધી ચાલનારા આયુર્વેદ સ્વાસ્થ્ય મહામેળાની શરૂઆત થઇ ચૂકી છે. બીજા અને ત્રીજા દિવસે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને ફૂડ અને ફ્રી હેલ્થ ચેકઅપના સ્ટોલમાં લોકોએ વધુ રસ દાખવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામં લોકો ઉમટી પડ્યા છે. દેશના આયુષ મંત્રાલય હસ્તકની આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ઇન્સ્ટીટયુટ ઓફ ટ્રેનીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ) દ્વારા આ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થા દ્વારા છઠ્ઠા આયુર્વેદ દિવસની ઉજવણી માટે તારીખ 9થી 12 ડિસેમ્બર દરમિયાન આયુર્વેદ સ્વાસ્થ્ય મહામેળો યોજવામાં આવ્યો છે.

    શહેરના ધન્વંતરી મેદાન ખાતે યોજાયેલા આ મેળામાં જુદા-જુદા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં હેલ્થ ચેકઅપ કરાવી શકશે. સાથે જ આયુર્વેદિક ઔષધીઓનો પરિચય અને તેનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ભારતીય સંસ્કૃતિની પરંપરાગત વાનગીઓનું આયુર્વેદિક ફૂડ ફેસ્ટીવલમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે.
    First published:

    Tags: Gujarati News News, Jamnagar News

    આગામી સમાચાર