Home /News /kutchh-saurastra /આ લાઈન ક્યારે પુરી થશે ? : 'આખો દિવસ થઇ જાય તોય વારો નથી આવતો' દાખલા માટે લાંબી કતાર !!

આ લાઈન ક્યારે પુરી થશે ? : 'આખો દિવસ થઇ જાય તોય વારો નથી આવતો' દાખલા માટે લાંબી કતાર !!

આ

આ લાઈન ક્યારે પુરી થશે ? : 'આખો દિવસ થઇ જાય તોય વારો નથી આવતો' દાખલા માટે લાંબી

જામનગરમાં મામલતદાર કચેરી બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી આવકના દાખલા કઢાવવા સહીતના કામ માટે મોટી સંખ્યામાં કચેરી ખાતે લાઈનો લગાવી છે.

    સંજય વાઘેલા, જામનગર: વિવિધ સરકારી યોજનાનો લાભ લેવા માટે ડોકયુમેન્ટનું ખુબ જ જરૂર પડે છે, જો કે ડોક્યુમેન્ટ માટે સરકારી કચેરીના ધક્કા ખાવાની પરંપરા વર્ષો જૂની છે, આજના ડિજિટલ યુગમાં પણ એકપણ એવુ સરકારી કામ નહીં હોઈ જે માટે સરકારી કચેરીધક્કા ન ખાવા પડે, સરકાર દ્વારા ભલે ગમે તેટલા ડિજિટલાઈઝના દાવા કરવામાં આવે પરંતુ અનેક એવા કામ છે જેના માટે સરકારી કચેરીના ધક્કા ખાવા જ પડે છે. જામનગરમાં મામલતદાર કચેરી બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી આવકના દાખલા કઢાવવા સહીતના કામ માટે મોટી સંખ્યામાં કચેરી ખાતે લાઈનો લગાવી છે.

    જામનગર મામલતદાર કચેરી ખાતે જન સેવા કેન્દ્ર કાર્યરત છે જ્યાં વિવિધ દાખલા કઢાવવા માટે લોકો ઉમટી પડ્યા છે, આ જનસેવા કેન્દ્રમાં એક વિન્ડૉ પર દાખલા કાઢવાની કામગીરી થાય છે, આ માટે બે કર્મચારી કામગીરી સંભાળે છે, જો કે આ વિન્ડો બહાર 30થી 50 લોકો લાઈનમાં ઉભા રહે છે, જેમાં એક પુરુષની લાઈન અને બીજી મહિલાઓની લાઈન હોઈ છે, જો કે લાઇનમાં ઉભા રહેલા લોકોનું કહેવું છે કે ત્રણ ત્રણ કલાક સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં વારો આવતો નથી, તો મહિલાઓનું કહેવું છે નાના બાળકોને સાથે લઈને આવવું પડે છે અને અમારી સાથે નબાળકો પણ હેરાન થઇ રહ્યા છે, સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવી જોઈએ અને કામગીરી ઝડપી બને તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

    આ પણ વાંચો: આજે કેજરીવાલ-માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત, રેટિયા વિશે કરી વાત

    શું કહેવું છે મામલતદારનું ?

    મામલતદાર કચેરી બહાર લાઈનો લાગવા અંગે ન્યુઝ18 દ્વારા શહેર મામલતદારનો સંપર્કમાં સાધવામાં આવ્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું કે જનસેવા કેન્દ્ર બહાર લાઈનો લાગી છે એ વાત સાચી પરંતુ આ પાછળ એક સાથે બહાર પડેલી સરકારની ભરતી કારણભૂત છે, હાલ વિવિધ ભરતી બહાર પડી છે, જેમ કે ગ્રામસેવક, મુખ્યસેવિકા, RTE વગેરે માટે દાખલા ખાઢાવવા માટે લોકો આવી રહ્યા છે.

    આ પણ વાંચો: રાજકોટ: 5 દિવસની દીકરીની તબિયત લથડતા માતા-પિતા ભાગી છૂટ્યા, બાળકીનું મોત

    જામનગર મામલતદાર કચેરી ખાતે જન સેવા કેન્દ્ર કાર્યરત છે જ્યાં વિવિધ દાખલા કઢાવવા માટે લોકો ઉમટી પડ્યા છે, આ જનસેવા કેન્દ્રમાં એક વિન્ડૉ પર દાખલા કાઢવાની કામગીરી થાય છે, આ માટે બે કર્મચારી કામગીરી સંભાળે છે, જો કે આ વિન્ડો બહાર 30થી 50 લોકો લાઈનમાં ઉભા રહે છે, જેમાં એક પુરુષની લાઈન અને બીજી મહિલાઓની લાઈન હોઈ છે, જો કે લાઇનમાં ઉભા રહેલા લોકોનું કહેવું છે કે ત્રણ ત્રણ કલાક સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં વારો આવતો નથી, તો મહિલાઓનું કહેવું છે નાના બાળકોને સાથે લઈને આવવું પડે છે અને અમારી સાથે નબાળકો પણ હેરાન થઇ રહ્યા છે, સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવી જોઈએ અને કામગીરી ઝડપી બને તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन