Home /News /kutchh-saurastra /

જામનગરમાં ટેકાનાં ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા શરુ, જાણો ખેડૂત દીઠ કેટલી ખરીદી કરાશે ?

જામનગરમાં ટેકાનાં ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા શરુ, જાણો ખેડૂત દીઠ કેટલી ખરીદી કરાશે ?

જામનગરમાં

જામનગરમાં ટેકાનાં ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા શરુ

Jamnagar News: જામનગર સહિત રાજ્યભરમાં લાભપાંચમના શુભ મુહૂર્ત માટે ટેકાના ભાવે ખરીદવાની શરૂઆત કરવામાં આવી છે. 

    જામનગર (Jamnagar News) સહિત રાજ્યભરમાં લાભપાંચમના શુભ મુહૂર્ત માટે ટેકાના ભાવે ખરીદવાની શરૂઆત કરવામાં આવી છે. જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે હાપા, ધ્રોલ, માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાનો લાભપાંચમનાં શુભ દિવસે શુભારંભ કરાવ્યો હતો.

    ટેકાના ભાવે મગફળી ખરીદ પ્રક્રિયા અંતર્ગત કલેકટરના અધ્યક્ષપણા હેઠળ દરેક જિલ્લામાં એક કમિટીની રચના કરવામાં આવી છે. તથા દરેક નોંધણી કરાવનાર પ્રતી ખેડૂત દીઠ 2500 કિલો મગફળી ખરીદવામાં આવશે.

    અત્યાર સુધીમાં રાજ્યના 2.65 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈએ જણાવ્યું છે કે જો ખેડૂત પાસે વધુ મગફળી હશે તો પણ સરકાર ખરીદી કરવા તૈયાર છે એટલે કોઈએ ચિંતા કરવી નહીં.
    First published:

    Tags: Jamnagar News, Local News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन