Home /News /kutchh-saurastra /

જામનગર: વરસાદની આગાહીને પગલે યાર્ડમાં જણસો ઢાંકવામાં આવી, માવઠાથી ખેડૂતોની ચિંતા વધી

જામનગર: વરસાદની આગાહીને પગલે યાર્ડમાં જણસો ઢાંકવામાં આવી, માવઠાથી ખેડૂતોની ચિંતા વધી

જામનગર:

જામનગર: વરસાદની આગાહીને પગલે યાર્ડમાં જણસો ઢાંકવામાં આવી, માવઠાથી ખેડૂતોની ચિંતા

હાલ મગફળીની સીઝન ચાલી રહી છે. એવામાં ખેડૂતો તૈયાર જણસો લઈને મોટી સંખ્યામાં યાર્ડમાં આવી રહ્યા છે. પરંતુ માવઠાને કારણે તેઓને ભારે 

    જામનગરઃ બંગાળની ખાડીમાં પ્રેશન શરૂ થવાને કારણે ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે. કમોસમી વરસાદને ધ્યાનમાં રાખી જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં જે જણસો આવી છે તેને તાલપત્રી ઢાકવામાં આવી છે. હાલ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઇ રહી છે. ત્યારે મગફળીની ગુણીને વ્યવસ્થીત રીતે ઢાકવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે એક ડિસેમ્બરે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, ખાસ કરીને દક્ષીણ ગુજરાત, જ્યારે બીજી ડિસેમ્બરે ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

    હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું કે હવામાન ખાતાની વરસાદની આગાહીને પગલે હાલ હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી, લસણ, મરચાની આવક સદંતર બંધ રાખવામાં આવી છે. સાથે જ હાલમાં યાર્ડમાં ખુલ્લામાં પડેલો માલ ઢાંકી દેવા વેપારીઓ અને કમિશન એજન્ટોને ખાસ સૂચના આપી દેવામાં આવી રહી છે.

    હાલ મગફળીની સીઝન ચાલી રહી છે. એવામાં ખેડૂતો તૈયાર જણસો લઈને મોટી સંખ્યામાં યાર્ડમાં આવી રહ્યા છે. પરંતુ માવઠાને કારણે તેઓને ભારે નુકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી આવી પરિસ્થિતિ સર્જાઈ છે. અમે તૈયાર પાક માર્કેટિંગ યાર્ડમાં વેચવા લઇ આવીએ અને કમોસમી વરસાદને કારણે માલ બગડી જાય છે અને વેપારીઓ પૂરતો ભાવ આપતા નથી.
    First published:

    Tags: Marketing yard in Jamnagar, Rain forecast, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन