Home /News /kutchh-saurastra /

Cororna Update: સમગ્ર જામનગર જિલ્લામાં આજે માત્ર એક કેસ, જાણો આજનો કોરોના રિપોર્ટ

Cororna Update: સમગ્ર જામનગર જિલ્લામાં આજે માત્ર એક કેસ, જાણો આજનો કોરોના રિપોર્ટ

સમગ્ર જામનગર જિલ્લામાં આજે માત્ર એક કેસ, જાણો આજનો કોરોના રિપોર્ટ

Jamnagar News: જામનગરમાં ટૂંક સમયમાં જ હવે કોરોનાની વિદાઈ થઇ શકે છે, કારણ કે હવે ધીમે ધીમે કોરોનાના એક કે બે કેસ જ પોઝિટિવ આવી રહ્યા છે, આજે પણ જામનગર ગ્રામ્યમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી, જો કે શહેરમાં એક નવો પોઝિટિવ કેસ સામે આવ્યો છે.

વધુ જુઓ ...
    સંજય વાઘેલા, જામનગર: જામનગર(Jamnagar)માં ટૂંક સમયમાં જ હવે કોરોના(Covid19)ની વિદાઈ થઇ શકે છે, કારણ કે હવે ધીમે ધીમે કોરોનાના એક કે બે કેસ જ પોઝિટિવ આવી રહ્યા છે, આજે પણ જામનગર ગ્રામ્ય(village)માં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી, જો કે શહેરમાં એક નવો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ સિવાય કોરોનાને કારણે એક પણ મોત(Death) ન થતા તંત્ર એ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે જેટલી ઝડપે કોરોનાની થર્ડ વેવ (Third Wave)આવી એટલી જ ઝડપે ઓસરી ગઈ હોઈ તેમ લાગી રહ્યું છે. તો શહેરમાં 4 લોકોનો કોવીડ રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસ સિંગલ ડિજિટમાં આવી ગયાં છે. તો રાહતની વાત એ છે કે આજે પણ કોરોનાને કારણે જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.

    અત્યાર સુધીમાં 673955થી વધૂ લોકોના કોરોના માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્રીજી લહેરની શરૂઆતમાં દરરોજના 500 જેટલાં કેસ સામે આવી રહ્યા હતા જે હવે માત્ર સિંગલ ડિજિટમાં આવી ગયાં છે. ઉલ્લેખનીય છે કે કોરોનની ત્રીજી લહેરમાં જામનગરમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા પંચાયતના પ્રમુખ સહીત અનેક ટોચના અધિકારીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. બીજી બાજુ કોરોનાની ટેસ્ટિંગ અને વેક્સીનેશન સહિતની કામગીરી તેજ કરવામાં આવી છે.

    આ પણ વાંચો:કોરોના કાળમાં પણ અંબાજી મંદિરમાં દાનનો વરસાદ, આવકમાં રહ્યું અગ્રેસર

    જામનગરમાં પાથરણાવાલા, શાકભાજીની લારી સંચાલકોના ટેસ્ટિંગ કરતા કોર્પોરેશનના અધિકારીઓના કોરોના રિપોર્ટ પણ હવે પોઝિટિવ આવ્યા હતા. આ અધિકારીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હોઈ તેઓએ રિપોર્ટર કરાવી લેવો, કોર્પોરેશન અને પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.

    આ પણ વાંચો: ગ્રીષ્મા હત્યા કેસ: જાહેરમાં હત્યા કરનાર ફેનિલે ગુનો ન કબૂલ્યો, ફાસ્ટ ટ્રેકમાં ચાલશે કેસ

    અનેક નેતાઓ અને અધિકારીઓ કોરોનાની ઝપેટમાં

    કોરોનની ત્રીજી લહેરમાં શરૂઆતમાં જ અનેક રાજકીય નેતાઓ અને કોરોનાને રોકવા માટે દિવસ રાત કામ કરતા અધિકારીઓ પણ ઝપેટમાં આવ્યા હતા. જામનગરમાં કલેક્ટર સૌરભ પારઘીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તો કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી રાજભા પણ કોરોના પોઝિટિવ થયા હતા. આ સિવાય જામનગરના પૂર્વ સાંસદ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ, પૂર્વ મેયર અમીબેન પારેખ, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ચનીયારા કોરોનાની ઝપેટમાં આવી ગયાં હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Corona Case Update, Jamnagar City, જામનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन