જામનગર: ભૂમાફિયાના ત્રાસની વધુ એક ફરિયાદ, મુંબઈના મહાજન પરિવારે SPને કરી રજુઆત

News18 Gujarati
Updated: October 28, 2020, 3:40 PM IST
જામનગર: ભૂમાફિયાના ત્રાસની વધુ એક ફરિયાદ, મુંબઈના મહાજન પરિવારે SPને કરી રજુઆત
સીસીટીવી.

પરિવારનો આક્ષેપ છે કે ભૂમાફિયાઓએ ખોટા દસ્તાવેજો ઊભા કરીને તેમની જમીન હડપી લેવા માટે કોર્ટમાં ખોટા દાવા કર્યાં છે.

  • Share this:
કિંજલ કારસરીયા, જામનગર: જામનગરમાં ભૂમાફિયાનો ત્રાસ વધી રહ્યો છે. પોલીસ ભૂમાફિયા જયેશ પટેલ (Jamnagar Land Grabber Jayesh Patel)ના એક પછી એક સાગરીતોની ધરપકડ કરી રહી છે. ત્યારે હવે ભૂમાફિયાના ત્રાસનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આ મામલે જિલ્લા પોલીસ વડા (Jamnagar SP)ને રજુઆત કરવામાં આવી છે. આ મામલે મુંબઈના મહાજન પરિવારે (Mumbai Mahajan Family) ન્યાય અપાવવા માટે પોલીસને અરજી કરી છે. આ પહેલા પણ પરિવારની જમીન હડપ કરવા માટે ભૂમાફિયાઓએ કરસો રચ્યો હોવાનો પરિવારનો દાવો છે. પરિવારનો આક્ષેપ છે કે ભૂમાફિયાઓએ ખોટા દસ્તાવેજો ઊભા કરીને તેમની જમીન હડપી લેવા માટે કોર્ટમાં ખોટા દાવા કર્યાં છે.

આ મામલે મુંબઈના બોરીવલી ખાતે રહેતા લક્ષ્મીબેન શાહે પોલીસની અરજી કરી છે કે, "હું પરિવાર સાથે મુંબઈ રહું છું. અમારા વડીલો પાર્જીત કરેલી જમીન જામનગર ખાતે આવેલી છે. રાવલસર ખાતે આવેલી અમારી જમીન લક્ષ્મી ફાર્મના નામે ઓળખાય છે. કેટલાક લુખ્ખા તત્વો બોગસ દસ્તાવેજો ઊભા કરીને અમને માનસિક ત્રાસ આપી રહ્યા છે. ખોટી ફરિયાદો કરીને કોર્ટમાં ખોટા દાવા કરે છે."

આ પણ વાંચો: ભરૂચ: ગુમાનદેવ નજીક અજાણ્યા વાહને ત્રણ મહિલાને કચડી મારી, લોકોએ ચક્કાજામ કર્યો

લક્ષ્મીબેને અરજીમાં વધુમાં લખ્યું છે કે, "ભૂમાફિયા દ્વારા અલગ અલગ વ્યક્તિઓ મારફતે જમીન પર ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. અમારી વાડીની પાછળ રહેતા ભારાભાઈ ગઢવીએ આ મામલે અમારી સાથે ગાળાગાળી કરી હતી. અમારા વોચમેન કાળુબાઈ ગઢવી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી છે. તેમણે ધમકી આપી છે કે તમે લોકો બેથી ત્રણ કરોડ રૂપિયા આપો નહીં તો આવું બધું ચાલ્યા કરશે. અમે રૂપિયા આપવાની ના પાડતા બીજા જ દિવસે તેઓએ કોર્ટમાં દાવો રજૂ કર્યો હતો."આ પણ વાંચો: યુકેનો રોયલ પરિવાર શોધી રહ્યો છે હાઉસકિપર, શરૂઆતનો પગાર 18.5 લાખ રૂપિયા!વાડીમાં સીસીટીવી તોડ નાખવાનો આક્ષેપ

"આ ઉપરાંત અમારી વાડીમાં રહેલા સીસીટીવી કેમેરા પણ વારંવાર તોડી નાખવામાં આવે છે. તે લોકો ત્યાં દારૂ પીને લોકોને મોકલે છે અને અમારી સંપત્તિને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત અમારા લોકોને છરી બતાવીને કહ્યું હતું કે આ લોકો જેમ કહે છે તેમ કરો નહીં તો મજા નહીં આવે. આવા કૃત્ય અવારનવાર થાય છે. ભારા ગઢવી અને તેના પત્ની ઘરે દારૂ બનાવે છે, વેચે છે અને પીવે પણ છે. આવા લોકો દ્વારા ટોળકી બનાવી અમારી જમીન પર વારંવાર માણસો મોકલવામાં આવે છે અને નોટિસો પાઠવવામાં આવે છે. અમારી જમીન પચાવી પાડવાના બદઇરાદા સાથે આવું કૃત્ય કરવામાં આવી રહ્યું છે."

આ પણ વાંચો-

જિલ્લા એસ.પી.ને કરવામાં આવેલી અરજીમાં લક્ષ્મીબેન શાહે ત્રણ લોકોનાં નામ લખ્યા છે જેમાં 1) નાગદાન જગમાલ ખીમાણી (ગઢવી) 2) ભારા ગઢવી અને 3) લાલાભાઈ ભારાભાઈ માતંગના નામ લખેલા છે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં ભૂમાફિયાઓનો ત્રાસ ખતમ કરવા માટે જિલ્લા પોલીસ વડા તરીકે દીપેન ભદ્રનને મૂકવામાં આવ્યા છે. જામનગર ખાતે પોસ્ટિંગ બાદ તેઓ એક પછી એક જયેશ પટેલના સાગરીતોને જેલના સળિયા પાછળ ધકેલી રહ્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: October 28, 2020, 3:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading