Home /News /kutchh-saurastra /વિચિત્ર અકસ્માત : ચાલુ ટ્રેક્ટરે નીકળી ગયું ટાયર અને પછી, જાણો કેટલા લોકોના થયા મોત!

વિચિત્ર અકસ્માત : ચાલુ ટ્રેક્ટરે નીકળી ગયું ટાયર અને પછી, જાણો કેટલા લોકોના થયા મોત!

રાજ્યના પરિવહન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેને કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

જામનગરની ભાગોળે ખીજડીયા પક્ષી અભ્યારણ્ય નજીક સર્જાયો હતો. જેમાં ચાલુ ટ્રેક્ટરનું ટાયર નીકળી ગયું અને ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઇજા પહોંચી છે.

વધુ જુઓ ...
    સંજય વાઘેલા, જામનગર: છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માત (Road Accident) માં નોંધપત્ર વધારો થઇ રહ્યો છે. શહેરી વિસ્તારથી લઇને હાઈવે (Highway) પર દરરોજ એક કે બે અકસ્માત થઇ રહ્યા છે, એટલું જ નહી આ અકસ્માતમાં અનેક આશાસ્પદ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે, આવો જ એક ગોઝારો અકસ્માત જામનગર(Jamnagar Accident) ની ભાગોળે ખીજડીયા પક્ષી અભ્યારણ્ય (Khijadiya bird century) નજીક સર્જાયો હતો. જેમાં ચાલુ ટ્રેક્ટર(Tractor accident)નું ટાયર નીકળી ગયું અને ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઇજા પહોંચી છે.

    પ્રાપ્ત વિગત મુજબ જામનગરની ભાગોળે આવેલા ખીજડીયા પક્ષી અભ્યારણ પાછળ ચાલુ ટ્રેક્ટર દરમ્યાન એકાએક ટાયર નીકળી ગયું હતું. ટાયર નીકળી જતા ચાલકે ટ્રેક્ટર પરથી કાબુ ગુમાવી દીધો અને ટ્રેક્ટર પાલટી ખાઈ ગયું હતું. આળસ્મત સર્જાયો એ દરમ્યાન ટ્રેક્ટરમાં ચાલક સહીત ચાર લોકો સવાર હતા. જેમાંથી બે લોકોને તો સામાન્ય ઇજા પહોંચી પરંતુ ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી, જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર બાદ ટ્રેક્ટર ચાલકનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ હતી.

    આ પણ વાંચોJamnagar News: જામનગરમાં યુવકનો બુટલેગરના ત્રાસથી આપઘાત, Video બનાવી ટ્રેન નીચે ઝંપલાવ્યું

    ખીજડીયા પક્ષી અભ્યારણ પાછળના ભાગે સર્જાયેલા આ અકસ્માતમાં જીએઆઈ 9732 નંબરનું ટ્રેક્ટર હતું અને તેને 31 વર્ષીય નંદકિશોર યાદવ ચલાવી રહ્યા હતા. તેમની સાથે આ ટ્રેક્ટરમાં ધર્મેન્દ્ર કુર્મી, નવીન શેરશિયા, રણજીત રામ તથા ગોપીલાલ ભગત સહિતના મજૂરી કામ કરતા લોકો ટ્રેક્ટરમાં સવાર હતા. કેટલાક લોકોનું કહેવું છે કે ટ્રેક્ટરની ગતિ વધારે હતી જેથી ટાયર નીકળી જતા તે પલટી મારી ગયું હતું અને તેમાં સવાર લોકો ફંગોળાઈ ગયા હતા જેના કારણે નંદ કિશોર અને રણજીત રામ નામના વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં ટ્રેક્ટર ચાલક નંદકિશોરનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ પોલીસે જરૂરિ કાર્યવાહી કરી અકસ્માતનો ગુણો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Jamnagar City, Jamnagar News, Road accident, જામનગર, જામનગર સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन