જામનગરમાં ડોક્ટર્સની હડતાલથી દર્દીઓને પારાવાર મુશ્કેલી પડી હતી. ડોક્ટર દ્વારા અત્યારસુધીમાં ચાર વખત પડતર મુદ્દાઓને લઈને હડતાળ કરવામાં આવી હતી, પરંતુ સરકારે માત્ર મૌખિક બાંયધરી આપતાં તેમણે હડતાળ પરત ખેંચી લીધી હતી.
સંજય વાઘેલા, જામનગર: બેંક હડતાલ બાદ હવે ડોક્ટર્સની હડતાલ, છાશવારે પડતી હડતાલથી પ્રશ્નોનો ઉકેલ આવે કે ન આવે પરંતુ જનતાને પારાવાર મુશ્કેલી પડી રહી છે એ હકીકત છે. રાજ્યમાં ફરી એકવાર 10 હાજર્થી વધુ સરકારી તબીબો હડતાલ પર ઉતર્યા છે. એક તો પહેલાથી જ સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર્સની અછત છે એવામાં હડતાલથી દર્દીઓ કણશી રહ્યા છે પરંતુ તેમની લાચારી સમજવા કે મદદ કરવાવાળું કોઈ જ નથી! જામનગરમાં ડોક્ટર્સની હડતાલથી દર્દીઓને પારાવાર મુશ્કેલી પડી હતી. ડોક્ટર દ્વારા અત્યારસુધીમાં ચાર વખત પડતર મુદ્દાઓને લઈને હડતાળ કરવામાં આવી હતી, પરંતુ સરકારે માત્ર મૌખિક બાંયધરી આપતાં તેમણે હડતાળ પરત ખેંચી લીધી હતી. આ વખતે ડોક્ટર પોતાના પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે
શું છે ડોક્ટરોની માંગ ?
એક માંગને લઈને ચોથી વખત સરકારી તબીબો હડતાલ પર ઉતર્યા છે. આ વખતે તો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે અને લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. આ ડોક્ટરોની ગ્રેડ પેમાં સુધારો, ક્ષેત્રીય ફેરણી ભથ્થાની માગણી, કોરોના વોરિયર્સ તરીકે ગણતરી કરી ભથ્થા તથા જૂની પેન્શન યોજના લાગુ કરવી અને પ્રમોશનની માંગ કરી રહ્યા છે.
ડોક્ટરોની સાથે સાથે આરોગ્ય કર્મચારીઓ પણ હડતાલ પર ઉતર્યા છે. કોરોનાકાળ દરમ્યાન જીવના જોખમે કામ કરનાર આરોગ્ય કર્મચારીઓનું કહેવું છે કે અગાઉ પણ હડતાલ પડી હતી પરંતુ સરકારી માત્ર બાંયધારી આપી હતી પણ ઉકેલ આવ્યો નથી. આરોગ્યકર્મચારીઓની માગણીઓ કરી છે કે નર્સ, એફએચડબ્યુ, લેબ-ટેક્નિશિયન, સ્ટાફ નર્સ જેવા અલગ અલગ 7 વર્ગના કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે આવ્યા છે. અગાઉ ત્રણ ત્રણ વખત રજૂઆત કરવા છતાં માગણીઓ સંતોષવામાં આવી નથી. ગ્રેડ પે વધારવો 1900ના જૂના ગ્રેડ પેને 2800 કરવો, જૂની પેન્શન યોજના લાગુ કરવી, પ્રમોશનો સહિતની માગણીઓનો આજદિન સુધી નિવેડો સરકાર દ્વારા લાવવામાં આવ્યો નથી.
એક તો પહેલાથી જ સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર્સની અછત છે એવામાં હડતાલથી દર્દીઓ કણશી રહ્યા છે પરંતુ તેમની લાચારી સમજવા કે મદદ કરવાવાળું કોઈ જ નથી! જામનગરમાં ડોક્ટર્સની હડતાલથી દર્દીઓને પારાવાર મુશ્કેલી પડી હતી. ડોક્ટર દ્વારા અત્યારસુધીમાં ચાર વખત પડતર મુદ્દાઓને લઈને હડતાળ કરવામાં આવી હતી, પરંતુ સરકારે માત્ર મૌખિક બાંયધરી આપતાં તેમણે હડતાળ પરત ખેંચી લીધી હતી. આ વખતે ડોક્ટર પોતાના પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે.