રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે, CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે, CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન
ફાઇલ તસવીર

જામનગર ખાતે આવેલા મુખ્યમંત્રીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું વિજય રૂપાણીએ

  • Share this:
    જામનગર : રાજ્યના ચાર મહાનગરોમાં ચાલી રહેલો રાત્રિ કર્ફ્યૂ ઉત્તરાયણ પછી સમાપ્ત થાય તેવું પ્રજા ઇચ્છી રહી હતી. કોરોનાના સતત ઘટી રહેલા કેસ અને વેક્સિનેશન વચ્ચે અમદાવાદ-વડોદરા, સુરત, રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂનો ધી એન્ડ થશે એવું પ્રજાને લાગી રહ્યું હતું પરંતુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગર ખાતે મોટું નિવેદન આપ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે હાલમાં તો સરકાર રાત્રિ કર્ફ્યૂમાં કોઈ બાંધછોડ કરવા માંગતી નથી. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે સરકાર આગામી સમયમાં કોરોનાની સમીક્ષા કર્યા બાદ આ અંગે યોગ્ય નિર્ણય કરશે પરંતુ હાલમાં તો જે નિર્ણય કર્યો છે તે યથાવત છે.

    ઉલ્લેખનીય છે કે નવા વર્ષના પ્રારંભથી સરકારે રાત્રિ કર્ફ્યૂને 14મી તારીખ સુધીની અમલવારી સાથે  નિયમોમાં છૂટછાટ આપી હતી. મહાનગરોમાં અગાઉ 9 વાગ્યા સુધી અને ત્યારબાદ 10 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી હતી. હાલમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રાત્રિના 10થી સવારે 6.00 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ છે. આ કર્ફ્યૂના કારણે ફૂડ ઇન્ડસ્ટ્રી અને ખાસ કરીને રેસ્ટોરાંના બિઝનેસ પર માઠી અસર પડી છે. જોકે, તેના સકારત્મક પરિણામો પણ રાજ્યના આરોગ્ય વિભાગને મળ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો છે અને અમદાવાદ સુરત અને રાજકોટમાં ખાસ કરીને અસરકારક ઘટાડો જોવા મળ્યો છે ત્યારે સરકાર આ અંગે કોઈ જોખમ ખેડવા માંગતી નથી.



    આ પણ વાંચો :  અમદાવાદ : રાજ્યમાં ઉત્તરાયણ ભારે રહી, પતંગની દોરીએ રાહદારીઓનાં ગળા કાપ્યા, 108ને 2960 કોલ મળ્યા

    આગામી 15 દિવસ યથાવત રહેશે

    મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે આગામી 15 દિવસ હજુ પણ રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. એટલે કે 31મી જાન્યુઆરી સુધી આ કર્ફ્યૂ યથાવત રહેશે. ત્યાં સુધી નિયમોમાં કોઈ ફેરફાર નહીં આપવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ આ કર્ફ્યૂના સમયમાં એક કલાકની રાહત આપવામાં આવી હતી. જોકે, આવતીકાલથી વેક્સિીનેશન ડ્રાઇવ શરૂ થશે તે પહેલાં સરકારે કોઈ પણ જોખમ લેવા માંગતી નથી.



    એક જ વેક્સીનનાં લગાવવાં પડશે બે ડોઝ, ગર્ભવતી મહિલાઓને હમણાં નહીં લાગે વેક્સીન

    દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના મહામારી (Covid-19 Pandemic) વિરુદ્ધ દુનિયાનો સૌથી મોટા ઇમ્યૂનાઇઝેશન પ્રોગ્રામ (immunization Programme) શરૂ થવાનો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry)એ ઇમ્યૂનાઇઝેશન અંગે સતર્કતા વર્તાવતા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે એક ફેક્ટશીટ (Fact Sheet) શેર કરી છે. મંત્રાલય દ્વારા જાહેર નિવેદન મુજબ, બંને ડોઝ એક જ વેક્સીનનાં લેવાનાં રહેશે. અલગ અલગ કંપનીની વેક્સીનનો ઉપયોગ નહીં કરવામાં આવે. એટલે કે જો આપને કોવેક્સીન (Covaccine)નો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે તો બીજો ડોઝ પણ કોવેક્સીનનો જ લેવાનો રહેશે. હાલમાં ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને વેક્સીન આપવામાં નહીં આવે.
    Published by:Jay Mishra
    First published:January 15, 2021, 12:13 pm

    ટૉપ ન્યૂઝ