Home /News /kutchh-saurastra /

એકલી રહેતી યુવતી અવારનવાર પ્રેમીને મળવા બોલાવતી, કંટાળીને પાડોશીઓએ બહારથી દરવાજો બંધ કર્યો અને પછી....

એકલી રહેતી યુવતી અવારનવાર પ્રેમીને મળવા બોલાવતી, કંટાળીને પાડોશીઓએ બહારથી દરવાજો બંધ કર્યો અને પછી....

પ્રતિકાત્મક તસવીર

જામનગરમા હાલ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પ્રેમી પંખીડાને આસપાસ રહેતા લોકોએ પોલીસને હવાલે કર્યું. હે એકલી રહેતી યુવતી અવારનવાર પોતાના પ્રેમીને મળવા માટે બોલાવતી હતી.

    સંજય વાઘેલા, જામનગર: જામનગરમા હાલ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પ્રેમી પંખીડાને આસપાસ રહેતા લોકોએ પોલીસને હવાલે કર્યું. હે એકલી રહેતી યુવતી અવારનવાર પોતાના પ્રેમીને મળવા માટે બોલાવતી હતી. આ વાતથી આસપાસ રહેતા લોકો ખુબ જ નારાજ રહેતા. અનેક વખત ટકોર કરવાનું છતાં યુવતી ટસથી મસ થઇ નહીં અંતે પાડોસીઓએ પ્રેમી પંખીડાને ઘરમાં પુરી પોલીસને જાણ લારી હતી.

    શું છે સમગ્ર ઘટના ?

    બનાવની વિગત એવી છે કે જામનગર શહેરના રણજીતસાગર રોડ પર સ્થિત ઇવા પાર્ક નજીક LIG આવાસમાં એક મકાનમાં પ્રેમી પંખીડાને સ્થાનિકોએ રંગે હાથ પકડી પડ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ઉહાપોહ મચી ગયો. મહિલાના ઘરમાં યુવક ધૂસતા પાડોશીએ મકાનનો દરવાજો બંધ કરી પોલીસને બોલાવી હતી.

    ગત શુક્રવારે રાત્રીના રણજીત સાગર પર આવેલા ઇવા પાર્ક નજીક આવાસમાં પ્રેમી પંખીડા હોવાની વિગત સામે આવી હતી. આ અંગે જાણ થતાં પાડોશીએ સૌપ્રથમ દરવાજો બંધ કરી પોલીસ બોલાવી હતી. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

    આ પણ વાંચો: રાહતના સમાચાર: ગુજરાતમાં ઠંડી ઘટશે, જાણો ક્યારથી ફરીથી પડશે હાડ થીજવતી ઠંડી

    પોલીસ સ્ટેશનેથી સમગ્ર મામલતદાર અંગે વિગત સામે આવી જેમાં જાણવા મળ્યું કે છેલ્લા ઘણા સમયથી પ્રેમી યુવક પરીવારથી એકલી રહેતી યુવતીને મળવા આવતો હતો. યુવક અવાર નવાર આવતા આસપાસ રહેતા પાડોશીઓએ યુવતીને આ અંગે ટકોર પણ કરી હતી. તેમ છતાં પ્રેમીનું આવવાનું બંધ ન થયું. ત્યારે રાત્રે યુવક ફરી યુવતીને મળવા આવ્યો હોવાની જાણ થતા જ સૌ પ્રથમ પાડોશીઓએ યુવતીના ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને યુવક-યુવતીને સીટી-એ પોલીસ સ્ટેશન લઇ ગઈ અને તપાસ હાથ lari હતી. તપાસમાં જાણવા મળ્યું કે યુવતી જે ઘરમાં રહેતી હતી એ નગર સેવકની માલિકીનું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર