એવી પણ ચર્ચા ચાલી હતી કે બીજેપી રીવાબાને જામનગર બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. જોકે, બીજેપીએ વર્તમાન સાંસદ પૂનમ માડમને જ ફરીથી ટિકિટ આપી હતી.
ન્યૂઝ18 ગુજરાતી : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ વર્લ્ડ કપની ટીમમાં પસંદગી પામ્યાના ત્રણ જ કલાકમાં એક ટ્વિટ કરીને બીજેપીને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ પોતાના ટ્વિટમાં પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કર્યા હતા. બીજેપીને સમર્થનને લઈને સોશિયલ મીડિયામાં અનેક પ્રતિક્રિયા આવી રહી છે. તો, પીએમ મોદીએ રવિન્દ્ર જાડેજાના ટ્વિટને રિ-ટ્વિટ કરતા જવાબ આપ્યો છે કે, "આભાર @imjadeja! અને 2019 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદગી પામવા માટે અભિનંદન. મારી શુભકામના."
ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા થોડા દિવસો પહેલા બીજેપીમાં જોડાયા હતા. એવી પણ ચર્ચા ચાલી હતી કે બીજેપી રીવાબાને જામનગર બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. જોકે, બીજેપીએ વર્તમાન સાંસદ પૂનમ માડમને જ ફરીથી ટિકિટ આપી હતી.
બીજી તરફ રવિન્દ્ર જાડેજાની બહેન અને તેના પિતા ભાજપની વિરોધી પાર્ટી કોંગ્રેસમાં જોડાયા છે. રવિન્દ્રના પિતા અનિરુદ્ધસિંહ અને તેના બહેન નઇનાબા 14મી એપ્રિલના રોજ કોંગ્રેસમાં જોડાયા હતા. જામનગર જિલ્લાના કાલાવડ ખાતે એક ચૂંટણી સભા દરમિયાન બંને કોંગ્રેસમાં જોડાયા હતા.
And, congratulations on being selected for the Indian cricket team for the 2019 World Cup. My best wishes. https://t.co/wLbssqSoTB
— Chowkidar Narendra Modi (@narendramodi) April 16, 2019
પિતા અને બહેન કોંગ્રેસમાં જોડાયા બાદ જાડેજા પરિવારમાં આંતરિક કલેહ હોવાના અહેવાલો બહાર આવવા લાગ્યા હતા. કારણ કે એક જ પરિવારમાંથી પૂત્રવધૂ બીજેપી સાથે અને સસરા તેમજ નણંદ કોંગ્રેસમાં જોડાયા છે.
વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યાં બાદ રવિન્દ્ર જાડેજાએ બીજેપીને સમર્થન કરતું ટ્વિટ કરીને એવું સાબિત કરી દીધું છે કે તે પણ તેની પત્ની રીવાબા સાથે છે! એવું કહેવામાં આવી રહ્યું છે કે જાડેજા પરિવાર બે ભાગમાં વહેંચાય ગયું છે, તેમજ રવિન્દ્ર જાડેજાએ ટ્વટિ કરીને પોતાનું સ્થાન સ્પષ્ટ કરી દીધું છે.
સોશિયલ મીડિયામાં રવિન્દ્ર જાડેજાએ બીજેપીને સમર્થન કરતું ટ્વિટ કર્યાની ટીકા પણ કરવામાં આવી રહી છે. અનેક લોકો વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળવાને અને બીજેપીને સમર્થન આપવાની વાતને સાથે જોડી રહ્યા છે. ગુજરાતની 26 લોકોસભાની બેઠક માટે 23મી એપ્રિલના રોજ મતદાન થશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર