Home /News /kutchh-saurastra /

Jamnagar: મોરબીથી જામનગર જુગાર રમવા આવ્યા વેપારી, વાડીમાં ચાલતું હતું જુગારધામ

Jamnagar: મોરબીથી જામનગર જુગાર રમવા આવ્યા વેપારી, વાડીમાં ચાલતું હતું જુગારધામ

LCB ટીમને બાતમી મળી હતી કે જામનગરના જોડિયા તાલુકાના ટીંબડી ગામમાં સ્થિત એક ખેડૂતની વાડીમાં જુગારધામ ચાલી રહ્યું છે. ત્યારબાદ એલસીબીન?

LCB ટીમને બાતમી મળી હતી કે જામનગરના જોડિયા તાલુકાના ટીંબડી ગામમાં સ્થિત એક ખેડૂતની વાડીમાં જુગારધામ ચાલી રહ્યું છે. ત્યારબાદ એલસીબીન?

    સંજય વાઘેલા, જામનગરઃ જુગાર એક એવી લત છે જેના મોહમાં એક વખત વ્યક્તિ પડ્યો એટલે તેમાં ફસાતો જ જાય છે. જુગારના કારણે અનેક પરિવારો બરબાદ થઇ ગયા હોવાના ઉદાહરણો છે તેમ છતા હારેલો જુગારી બમણું રમે તેમ જુગારની રમતની મોહમાયા છૂટતી નથી. આવો જ એક કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે, અહીં જોડિયા તાલુકાના ટીંબડી ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં છ શખ્સની ધરપકડ કરવામાં આવી છે સાથે જ તેમની પાસેથી રૂપિયા 4.25 લાખના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

    પ્રાપ્ત વિગત પ્રમાણે LCB ટીમને બાતમી મળી હતી કે જામનગરના જોડિયા તાલુકાના ટીંબડી ગામમાં સ્થિત એક ખેડૂતની વાડીમાં જુગારધામ ચાલી રહ્યું છે. ત્યારબાદ એલસીબીની ટીમે વાડીમાં દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન વાડીમાં જુગાર રમવા આવેલા મોરબીના પાંચ વેપારીઓ સહિત 6 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે 4.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇને જામનગર અને મોરબી જિલ્લામાં ભારે ચર્ચા જાગી છે.

    આ પણ વાંચો: અમદાવાદમાં 23 હજાર એક્ટિવ કેસની સામે માત્ર 350 દર્દીઓ હોસ્પિટલમા દાખલ

    જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના હરદીપભાઈ ધાંધલ અને યશપાલસિંહ જાડેજાની ચોક્કસ બાતમી મળી હતી કે જોડિયા તાલુકાના ટીંબડી ગામમાં રહેતા ખેડૂત મયુરસિંહ પ્રભાતસિંહ જાડેજાની વાડીમાં જુગારધામ ધમધમી રહ્યું છે. એટલું જ નહીં જુગાર રમવા માટે છેક મોરબીથી કેટલાક વેપારીઓ આવી રહ્યાં છે. LCB પોલીસની ટીમે વોચ ગોઠવી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં વાડીમાં ચાલી રહેલા જુગારધામમાં મોરબી જિલ્લામાંથી પાંચ શખ્સો ગંજીપાના વડે જુગાર રમતા ઝડપાયા હતા.

    આ પણ વાંચો: ભાજપના મોટા નેતા અમારા સંપર્કમાં છે, ટાઇગર અભી જિંદા હૈ: ઇસુદાન ગઢવી

    LCB ટીમે વાડી માલિક મયુરસિંહ પ્રભાતસિંહ જાડેજા ઉપરાંત મોરબીના રાજપર ગામના મહેશ વલ્લભદાસ કુબાવત, મોરબીના ધૂનડા ગામના રમેશ હરખાભાઈ કાસુન્દ્રા, મોરબીના વિરપર ગામના હિતેન્દ્ર જયંતીભાઈ ગામી, મોરબીના બગથરા ગામના ઉમેશ રામજીભાઈ મેરજા, તેમજ મોરબીના ધૂનડા ગામના સવજીભાઈ લાલજીભાઈ માલકીયા વગેરેની અટકાયત કરી હતી. જેઓ પાસેથી પોલીસે રૂપિયા 2.15 લાખની રોકડ ૨કમ, 7 નંગ મોબાઈલ ફોન, 4 મોટરસાયકલ, વગેરે સહિત 4,24,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Crime New, Jamnagar City, જામનગર

    આગામી સમાચાર