Home /News /kutchh-saurastra /જામનગરમાં 72 વર્ષ જૂનું સુખનાથ મહાદેવ અને હઠિલા હનુમાન મંદિર, જાણો શું છે અનોખો મહિમા

જામનગરમાં 72 વર્ષ જૂનું સુખનાથ મહાદેવ અને હઠિલા હનુમાન મંદિર, જાણો શું છે અનોખો મહિમા

જામનગરમાં

જામનગરમાં 72 વર્ષ જૂનું સુખનાથ મહાદેવ અને હઠિલા હનુમાન મંદિર

જામનગર શહેરમાં આવું જ એક સુંદર મંદિર આવેલું છે જ્યાં બિરાજમાન છે મહાદેવ અને હનુમાનજી. આ મંદિર ભક્તો દ્વારા વર્ષ 1952માં સ્થાપના કરવામા?

    જામનગર:  જામનગરને છોટા કાશીનું બીરુદ મળી ચુક્યું છે. નાના-મોટા અનેક મંદિર અહીં આવેલા છે. આ પવિત્ર સ્થાનકોની મુલાકાત દ્વારા વિવિધ મંદિરોમાં બિરાજમાન દેવી દેવતાના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. દરરોજ સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડે છે. જામનગર શહેરમાં આવું જ એક સુંદર મંદિર આવેલું છે જ્યાં બિરાજમાન છે મહાદેવ અને હનુમાનજી. આ મંદિર ભક્તો દ્વારા વર્ષ 1952માં સ્થાપના કરવામાં આવી હતી એ સમયે અને નાની ડેરી હતી જે બાદમાં ભક્તો અને સેવાભાવી લોકોએ વિશાળ મંદિર બંધાવ્યું છે. મંદિર સુખનાથ મહાદેવ અને હઠિલા હનુમાનજીના મંદિર તરીકે શહેરમાં ખુબ જ જાણીતું છે. ત્યારે આવો જાણીએ આ મંદિર વિશે અને અહીં આવતા શ્રદ્ધાળુઓનું શું કહેવું છે આ મંદિર વિશે.

    જામનગર શહેરમાં વિક્ટોરીયા બ્રીજથી માત્ર 100 મીટરની અંતરે આવેલું છે સુખનાખ મહાદેવ અને હઠિલા મહાદેવનું મંદિર. આ મંદિર રાજપાર્ક વિસ્તારમાં આવેલું છે. રાજકોટ રોડ પર આવેલા આ મંદિરમાં સવાર અને સાંજે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરતાં હોય તેવું નજરે જોઇ શકાય છે. અહીં આવતા ભક્તોનું કહેવું છે કે, અમે દિવસમાં બે વખત અહીં આવીએ છીએ. અહીં આવ્યા બાદ મનને શાંતિ પ્રાપ્ત થાય છે. વાર તહેવારે તો આ મંદિરના પટાંગણમાં જાણે મેળો ભરાયો હોય તેવો અનુભવ થાય છે.

    આ પણ વાંચો: ગુજરાતીઓ કેદારનાથમાં ફસાયા, રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર


    આ મંદિરના સંચાલક તથા પુજારી એવા પ્રકાશભાઇનું કહેવું છે કે સુખનાખ મહાદેવનું આ મંદિર અનેક વર્ષો જુનું છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. રાજપાર્ક સોસાયટીના રહેવાસીઓ દ્વારા આ મંદિરની દેખરેખ રાખવામાં આવે છે. આ મંદિરની સ્થાપના વર્ષ 1952 આસપાસ કરવામાં આવી હતી. અહીં સુખનાથ મહાદેવ તથા તેમની બાજુમાં જ હઠિલા હનુમાનજીનું મંદિર આવેલું છે. અહીં દિવસે અને રાતે આરતી કરવામાં આવે છે જેમાં આસપાસ રહેતા લોકો જોડાય છે. જામનગર શહેરમાં આવેલા જાણીતા મંદિરોમાં સુખનાથ મહાદેવનું મંદિર પણ ખુજ જાણીતું છે..
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar News, Mahadev, જામનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन