Home /News /kutchh-saurastra /જામનગરની ધરા ધ્રૂજી, 4 રિક્ટર સ્કેલ કરતા વધુનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

જામનગરની ધરા ધ્રૂજી, 4 રિક્ટર સ્કેલ કરતા વધુનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

પ્રતિકાત્મક તસવીર

Jamagnar earthquake news: જામનગરના કાલાવડ શહેર અને તાલુકાના હરિપર, ખંઢેરા, માટલી, ખાંનકોતડા, બેરાજા સહિતના અનેક ગામોમાં મોડી સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં ઉપરા ઉપરી બે આંચકા અનુભવાયા હતા.

જામનગરઃ જામનગર (Jamnagar news) પંથકમાં શુક્રવારે સમી સાંજે ભૂકંપના આંચકા (Earthquake in jamnagar) અનુભવાયા હતા. જેના પગલે લોકો ભયા માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. પંથકમાં ભૂકંપના આંચકાથી કોઈ જાનમાલનું નુકસાન થયું હોવાની માહિતી મળી નથી. જોકે, ભૂકંપનું કેન્દ્રબિન્દુ જામનગરથી (epicenter was reported at Jamnagar)14 કિલોમીટર દૂર નોંધાયું હોવાની માહિતી મળી રહી છે.

મળતી માહિતી પ્રમાણે જામનગર શહેર તથા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે સાંજે 7 અને 13 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી પ્રમાણે જામનગરના કાલાવડ શહેર અને તાલુકાના હરિપર, ખંઢેરા, માટલી, ખાંનકોતડા, બેરાજા સહિતના અનેક ગામોમાં મોડી સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં ઉપરા ઉપરી બે આંચકા અનુભવાયા હતા.

પ્રાથમિક માહિતી મળ્યા પ્રમાણે રિક્ટર સ્કેલ ઉપર 4થી વદારે તીવ્રતાના આંચકાઓ અનુભવાયા હતા. જામનગર શહેરમાં આજે સાંજે સવા સાત વાગ્યાના અરસામાં ભૂંકપનોઆંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 4 થી વધુની તિવ્રતાનો આંચકો હોય મોટાભાગના લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો.

ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 14 કિલોમીટર દૂર નોંધવામા આવ્યું છે. સદનસીબે ભૂકંપના આંચકાના કારણે હજી સુધી કોઈ ખાસ નુકસાનીના સમાચાર નથી આવ્યા. જો કે, લાંબા સમય બાદ 4 રિકટર સ્કેલ કરતા વધુનો આંચકો આવતા શહેરીજનોમાં થોડી વાર માટે ડરનો માહોલ છવાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
First published:

Tags: Earthquakes, Gujarati News News, Jamnagar News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો