Home /News /kutchh-saurastra /

Jamanagar: જેલમાં પણ કોરોનાનો કહેર, બે મહિલા સહિત 23 કેદીનો રિપોર્ટ પોઝિટિવ

Jamanagar: જેલમાં પણ કોરોનાનો કહેર, બે મહિલા સહિત 23 કેદીનો રિપોર્ટ પોઝિટિવ

જામનગર જેલમાં પણ કોરોનાનો કહેર, બે મહિલા કેદી સહિત 23 કેદીનો રિપોર્ટ પોઝિટિવ

જામનગર (Jamnagar)સહિત સમગ્ર ગુજરાત (Gujarat)માં કોરોના(Corona)ની ત્રીજી લહેર શરૂ થઇ ચૂકી છે. દરરોજ પોઝિટિવ કેસનો ગ્રાફ પહાડની જેમ ઉંચે જઇ રહ્યો છે. (Health department)આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.

    જામનગરઃ જામનગર (Jamnagar)સહિત સમગ્ર ગુજરાત (Gujarat)માં કોરોના(Corona)ની ત્રીજી લહેર શરૂ થઇ ચૂકી છે. દરરોજ પોઝિટિવ કેસનો ગ્રાફ પહાડની જેમ ઉંચે જઇ રહ્યો છે. (Health department)આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. જામનગરમાં ધન્વંતરી રથ દ્વારા કોરોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ રથ દ્વારા જામનગર જિલ્લા જેલ (prison)માં કેદીઓના કોરોના ટેસ્ટ દરમિયાન એક સાથે 23 કેદીના રિપોર્ટ પોઝિટિવ આવતા જેલ તંત્ર અને આયોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું. કેદી (prisoner)ઓના રિપોર્ટ પોઝિટિવ (Report positive) આવતાં જ જામનગર જીજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. તિવારી અને મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ જેલ ખાતે દોડી ગયા હતા.

    પ્રાપ્ત વિગત મુજબ જામનગર સ્થિત જિલ્લા જેલમાં ધન્વંતરી રથ કોરોના ટેસ્ટ માટે પહોંચ્યો હતો. જામનગર જિલ્લા જેલમાં કુલ 583 કેદી રહે છે. જેમાંથી 575 પુરુષ કેદીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 15 કેદીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સિવાય બે મહિલા કેદીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય મીઠાપુરમાં બનેલી એક માથાકૂટની ઘટનાના 17 આરોપીઓને જામનગર જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યા હતા, નિયમ પ્રમાણે જેલમાં ધકેલતા પહેલા કેદીઓના કોરોના રિપોર્ટ કરવામાં આવે છે, જેમાંથી 6 કેદીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તમામને જેલની બદલે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.

    આ પણ વાંચો: ગઢડા: હનુમાન મંદિરના મહંત ચાર દિવસથી હતા ગુમ, ઉંડા ઘાના નિશાન સાથે કૂવામાંથી મળ્યો મૃતદેહ

    અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે જામનગર જિલ્લામાં નવા 513 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં કોરોનાથી બે લોકોના મોત થયા છે, કોરોનાથી મોતના કારણે સમગ્ર જિલ્લામાં ફરી ભયનો માહોલ સર્જાયો છે. શહેરમાં 385 દર્દી અને ગ્રામ્યમાં 128 દર્દી કોવિડ પોઝિટિવ નોંધાયા છે. જામનગરમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા પંચાયતના પ્રમુખ સહીત અનેક ટોચના અધિકારીઓ પર કોરોના પોઝિટિવ આવ્યા છે, જેઓ હાલ હોમ આઇસોલટ છે. બીજી બાજુ કોરોનાની ટેસ્ટિંગ અને વેક્સીનેશન સહિતની કામગીરી તેજ કરવામાં આવી છે.


    આ પણ વાંચો: રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, ગાઢ ધુમ્મસથી વાહનચાલકો થશે પરેશાન

    અનેક નેતાઓ અને અધિકારીઓ કોરોનાની ઝપેટમાં

    કોરોનની ત્રીજી લહેરમાં શરૂઆતમાં જ અનેક રાજકીય નેતાઓ અને કોરોનાને રોકવા માટે દિવસ રાત કામ કરતા અધિકારીઓ પણ ઝપેટમાં આવી રહ્યા છે. જામનગરમાં કલેક્ટર સૌરભ પારઘીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેઓ હાલ હોમ આઇસોલેટ થયા છે અને સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. તો કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી રાજભા પણ કોરોના પોઝિટિવ થયા છે, આ સિવાય જામનગરના પૂર્વ સાંસદ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ, પૂર્વ મેયર અમીબેન પારેખ, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ચનીયારા કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Corona Updates, Jamnagar City, જામનગર

    આગામી સમાચાર