મારી કોઇએ માંફી માંગવાની જરૂર નથી, કોઇએ વચ્ચે પડવું નહીંઃ મોરારિબાપુ

News18 Gujarati
Updated: September 16, 2019, 7:26 AM IST
મારી કોઇએ માંફી માંગવાની જરૂર નથી, કોઇએ વચ્ચે પડવું નહીંઃ મોરારિબાપુ
મોરારિ બાપુની ફાઇલ તસવીર

મોરારિ બાપુએ જામનગરમાં નિલકંઠવર્ણી વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'તપસ્વીનું રૂપ ક્ષમા છે. ક્ષમા મારી ઘડપણની લાકડી છે. મારે કોઇને પાસે ક્ષમા મંગાવી નથી. મારે ક્ષમાની જરૂર નથી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ નિલકંઠવર્ણી વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. કલાકરો અને સાધુ સંતો નિલકંઠવર્ણી વિવિધામાં વચ્ચે પડ્યા છે. ત્યારે મોરારિ બાપુએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, આ વિવાદમાં કોઇએ વચ્ચે પડવાની જરૂર નથી.

મોરારિ બાપુએ જામનગરમાં નિલકંઠવર્ણી વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'તપસ્વીનું રૂપ ક્ષમા છે. ક્ષમા મારી ઘડપણની લાકડી છે. મારે કોઇને પાસે ક્ષમા મંગાવી નથી. મારે ક્ષમાની જરૂર નથી. જે કોઇએ ક્ષમા માંગવી હોય એ આ વ્યાસપીઠ અને સનાતન ધર્મની માંગવી જોઇએ. ઘણા લોકો એવું કહે છે કે બાપુ અમે વચ્ચે આવીએ.. કોઇએ વચ્ચે આવવાની જરૂર નથી. મેં કજીયો કર્યો નથી. હું વિવાદનો નહીં પરંતુ સંવાદનો માણસ છું. આમ હું કિનારે બેસીને જોઇ રહ્યો છું.'

ઉલ્લેખનીય છે કે, નિલકંઠવર્ણી વિવાદ છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહ્યો છે. સ્વામિનારાયા સંપ્રદાયના સાધુ મોરારિ બાપુની માફી માગે એવી માંગણી સાથે અનેક સાધુ સંપ્રદાયો સામે આવ્યા છે. ત્યારે સ્વામિનારાયસ સંપ્રદાયના સાધુ દ્વારા કલાકારોને દારૂડિયા કહેવાની પ્રતિક્રિયા બાદ , હેમંત ચૌહામ, કિર્તિદાન ગઢવી, જીજ્ઞેશ કવિરાજ સહિત અને મોટા ગજારના લોક કલાકારોએ પોતનાને એનાયત કરવામાં આવેલા એવોર્ડને પરત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, શનિવારે મોરારિ બાપુના જન્મ સ્થાને પમ લોકો રોષે ભરાતા એકઠાં થયા હતા. અને સ્વામિનારાય સંતો બાપુની માંફી માગે તેવી માંગણી કરી હતી.

First published: September 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading