જામનગરમાં કાળજું કંપાવનાર નવ વર્ષની બાળકી પર સાવકા ભાઈએ હેવાનિયત આચરી કરેલી હત્યા પ્રકરણમાં સાવકા બાપ અને બહેનની પણ વિકુત ભૂમિકા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે સાવકાભાઈ, પિતા, બહેન સહિત ત્રણેયની અટકાયત કરવામાં આવી છે. ત્રણેય સામે હત્યા, કાવતરું, દુષ્કર્મ,પોક્સો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગરમાં કૃષ્ણનગર શેરીનં-4-5માં રહેતાં ચેતન કલ્યાણી નામના શખ્સની બીજી પત્નિ રેખા ઉર્ફે શહેનાઝ ઘરેથી ચાર માસ પહેલા નાશી ગયા બાદ તેની 9 વર્ષની માસુમ બાળાને વિકાસ ગૃહ સંસ્થામાંથી ઘરે લઈ આવી તેના પર અમાનુષી અત્યાચારની પાપ લીલા 4 માસ ચાલ્યા બાદ તેણીની ક્રુર હત્યા કરી દીધી હતી. શહેનાઝ ઉર્ફે રેખાની સહી વગર તેનું મકાન વેચાય તેમ ન હતું. તેથી બીજી પત્નીને મકાન વહેંચવા બોલાવવા માટે બાળકી પર સિતમ ગુજારતો હતો. પોલીસ એ પિતા ચેતનની પૂછપરછ કરતા એવઓ ચોક્વાનારો ખુલ્લ્સોબહાર આવેલ હતો .કે નવ વર્ષ ની પુત્રી ઉપર જે સિતમ ગુજારતા તેનો વીડિયો પણ માતા ને કર્ણાટક મોબાઈલથી બતાવતો હતો.
આ બાળકીની હત્યા અંગેની પૂછપરછ દરમ્યાન ચેતને એવું નિવેદન આપ્યું છે કે, તે આ ગુન્હામાં સામેલ નથી તેથી તે તેની પુત્રી બંને કણાર્ટકમાંમાં પોલીસની સાથે જતા રહ્યા હતા. ત્યારબાદ સાવકા પુત્ર એ આ નવ વર્ષની બાળકીને પોતાનો હવસનો શીકાર બનાવી હતી. એટલું જ નહિ દુષ્કર્મ કર્યા પછી તેને ગળાટુપો આપી તેને મોતને ધાટ ઉતારી હતી. પોલીસ પમક્ષ વધુ એવી પણ કેફિયત પિતાને બહેન સાવકા ભાઈએ જણાવી હતી કે માસુમ બાળકીનું કાદાનું હાડકું બહાર નીકળી જાય તે રીતે મારતા હતા. એટલું જ નહિ બાળકી ને પગ માં ડામ પણ આપતા હતા. પોલીસ એ બાળકી ઉપર દુષ્કર્મ ,હત્યા પ્રકરણમાં સાવકા ભાઈ પિતા અને બહેન સહીત ત્રણેય સામે આઈ પી સી કલમ 302, 376, 120 બી પોકસો સહીતની કલમ હેઠળ ગુનો નોધી વધુ તપાસ ચલાવી રહ્યાનું ડી વાય એસ પી પટેલ જણાવ્યું હતું.
વકિલ મંડળે કેસ નહીં લડવા નિર્ણય કર્યો સમગ્ર જામનગરને હચમચાવી નાંખનાર માત્ર 9 વર્ષની બાળા પર અમાનુષી અત્યાચાર કરનાર આરોપીઓનો કેસ લડવા વકિલ મંડળ પણ તૈયાર નથી. વકિલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવાની અધ્યક્ષતામાં વકિલ મંડળએ સમાજના હિતમાં જામનગરના કોઈ પણ વકીલોએ માનવતાને ધ્યાને રાખી આ આરોપીને બચાવમાં કેસ લડવા રોકાવું નહીં તેવો ઠરાવ કર્યો હતો.